Gujarat

વાલીઓ ખાસ વાંચે ! ઘાટલોડીયા મા 13 વર્ષ ની સગીરા સાથે 26 વર્ષના પરિણીત પાડોશીએ વારંવાર….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમ એ ઘણી મહત્વની બાબત છે દરેક વ્યક્તિ માટે મનુષ્ય જીવન માં પ્રેમ ઘણો મહત્વનું સ્થાન ધરાવે છે આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમ એ કોઈ શારીરિક બાબત નહીં પરંતુ એક ભાવાત્મક બાબતે છે કે જ્યાં પ્રેમી કે પ્રેમિકા સાથે હોય કે ના હોય પરંતુ બંને હંમેશા ખુશ રહે તેવી જ કામના તેઓ રાખે છે પરંતુ હાલના સમયમાં લોકો પ્રેમના ખોટા અર્થ કાઢતા થયા છે અને પ્રેમની શારીરિક એ બાબત પૂરતુ સીમિત કરી દેવામાં આવ્યું છે લોકો પ્રેમના નામે શારીરિક અડપલા કરતા થયા છે જેના કારણે સમાજમાં પ્રેમની ખરાબ નજરે જોવામાં આવે છે.

હાલમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે જેણે જાણી ને સૌ કોઈ આશ્ચર્ય ચકિત રહી ગયું છે કે જ્યાં 26 વર્ષીય યુવકે ૧૩ વર્ષીય સગીરા સાથે ખોટા પ્રેમ ના નામ વારંવાર શારીરિક સંબંધો બાંધી ને તેનું શારીરિક શોષણ કર્યું છે શું છે આ સમગ્ર ઘટના ચાલો તેના વિશે વિગતે માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર આ બનાવ અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારનો છે. અહીં એજ 13 વર્ષીય સગિરા પોતાના પરીવાર સાથે રહે છે જેમની બાજુમાં એક 26 વર્ષીય પરણિત યુવક રહેતો હતો. આ બંને વચ્ચે ધીમે ધીમે પ્રેમ સંબંધ બંધાયો અને પછી રોજ ફોન પર વાતો થવા લાગી. જે બાદ બંને એક બીજા ના પ્રેમમાં ડૂબતા ગયા.

તેવામાં આ 26 વર્ષીય દિનેશ ઉર્ફે વિસ્કી નાનજીભાઈ બાબુલ ને તેની પત્ની સાથે લડાઈ થતાં પત્ની તેને છોડી ને ચાલી ગઈ હતી. જે બાદ દિનેશ ને છુટ્ટો દોર મળ્યો અને તે સગિરા સાથે વધુ ને વધુ વાતો કરી તેને પ્રેમ જાળમાં ફસાવવા લાગ્યો સગિરા નો ભરોષો જીતવા તેણે સગિરા ને લગ્નની પણ વાત કરી.

જે બાદ દિનેશ અને સગિરા મળવા લાગ્યા. દિનેશ આ સગિરાનો શરીરક લાભ લેવા તેને અનેક જગ્યાએ લઈને જતો અને તેની સાથે દુષ્કર્મ કરતો તેવામાં એક વખત દિનેશ સગીરાને લઈને ચોટીલા ભાગી ગયો હતો. દિનેશ અને સગિરાના સંબંધ વિશે સગિરાના પરિવાર ને જાણ ના હતી. જેના કારણે પુત્રી પરત ના આવતા પરિવાર ના લોકો ને ચિંતા થઈ અને ગોતવા છત્તા પણ પુત્રી ના મળતા પરિવારે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જે બાદ પોલીસે તપાસ કરતા દિનેશને સુભાષબ્રીજ પાસેથી પકડી લીધો હતો. અને સમગ્ર ઘટના અંગે માહિતી મળી હાલમાં પોલીસે દિનેશ વિરુધ્ધ પોક્સો અને અપહરણનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!