ગુજરાતીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! અમેરિકા મા ભારતીય વિધાર્થી ની એવી રીતે હત્યા કરવામા આવી કે જાણી ને ધૃજી જશો..
વિદેશ જવાની ઘેલછા ગુજરાતીઓમાં સતત વધી રહી છે, અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ તેમજ લોકો પૈસા કમાવવા માટે વિદેશ જતા હોય છે, પરંતુ હાલમાં જ એક ઘટના બની છે જે ગુજરાતીઓ માટે ચેતવણીરુપ કિસ્સો છે ! અમેરિકામાં ભારતીય વિધાર્થી ની એવી રીતે હત્યા કરવામા આવી કે જાણી ને ધૃજી જશો. ખરેખર કાળજું કંપાવી દેનાર આ ઘટના દરેક માતા પિતાએ માટે ચેતવણી સમાન છે કારણ કે વિદ્યાર્થીની એટલી નિર્દયતા પૂર્વક હત્યા કરવામાં આવી કે તમે વિચારી પણ નહીં શકો. આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી જણાવીએ.
આજતક ન્યુઝના અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે કે,
અમેરિકાના જ્યોર્જિયામાં એક ભારતીય વિદ્યાર્થીની હથોડીના ઘા ઝીંકીને નિર્દયતા પૂર્વક હત્યા કરવામાં આવી. ખરેખર આ ઘટના કાળજું કંપાવી દેનાર છે. આ વિદ્યાર્થીની હત્યા શા માટે કરવામાં આવી છે, તે અંગે વિગતવાર માહિતી જાણીએ. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર મૃતક વિવેક સૈની હરિયાણાના પંચકુલાના રહેવાસી હતો અને એમ.બી.એ.ના અભ્યાસ માટે ગયેલ.
આ સંપૂર્ણ હત્યાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મૃતકને માથામાં હથોડીથી 50 વાર મારવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે મૃતકનો આરોપી સાથે ઓળખાણ હતી અને એજ વ્યકિતએ હત્યાનો ખેલ રચ્યો.
આ ઘટનામાં આરોપીની ઓળખ જુલિયન ફોકનર તરીકે કરવામાં આવી છે, જે જ્યોર્જિયા રાજ્યના લિથોનિયા શહેરમાં રહે છે અને ડ્રગ એડિક્ટ છે. મૃતક સ્ટોરમાં ક્લાર્ક તરીકે પાર્ટ ટાઈમ કામ કરતો હતો. તપાસ દરમિયાન પોલીસને એ પણ જાણવા મળ્યું કે મૃતક વિદ્યાર્થી છેલ્લા કેટલાક દિવસોથી નશાખોર આરોપીની મદદ કરતો હતો અને અવારનવાર તેને ફ્રીમાં ખાવાનું આપતો હતો પરંતુ તા. 14 જાન્યુઆરીએ વિવેક સૈનીએ આરોપીને ફ્રીમાં સામાન આપવાનો ઇનકાર કર્યો હતો.
આરોપી રોષે ભરાતા હત્યાનો પ્લાન બનાવી વિવેકને માથાના ભાગે હથોડી વડે માર મારીને ઢામ વાળી દીધું. તમને જાણીને દુઃખદ થશે કે ૧૪ ઘા હથોડાના માર્યા અને આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વિવેક સૈની ભારતમાં રજા દરમિયાન 26 જાન્યુઆરીએ તેમના ઘરે આવવાના હતા. આ દુઃખદ ઘટનાને પગલે બરવાળા અને સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતકના પરિવારજનોએ સરકારને તેના મૃતદેહને ભારત લાવવાની વિનંતી કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.