કાજલ હિન્દુસ્તાનીના એક નિવેદનને લઈને પાટીદાર સમાજમાં રોશની લાગણી!! પાટીદાર દીકરીઓ વિશે બોલી ગયા આવું… જાણો શું કીધું
હાલમાં જ થોડા દિવસો પહેલા ગીગાભાઈનો વિવાદિત ટિપ્પણીનો વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે ફરી એકવાર પાટીદાર સમાજ પર વિવાદિત નિવેદન કરનાર કાજલ હિન્દુસ્તાની ચર્ચામાં આવ્યા છે, ગુજરાત ટેક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે કે, પાટીદાર સમાજ પર હાલમાં જ વિવાદિત ટિપ્પણી કરીને વિપુલ ચૌધરી વિવાદમાં આવ્યા હતા અને તેમને માંફી માગી હતી પરંતુ હાલમાં જ ફરી એકવાર સામાજિક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓના વિધર્મીઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો , આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ગુજરાત ટેકના અહેવાલ દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, કાજલબેને જણાવેલું કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજારોમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે.
હાલમાં આ વિવાદિત નિવેદનના પગેલે પાટીદાર સમાજમાં ભારે રોષની લાગણી ફેલાય છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે, પાટીદાર નેતા મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે કારણ કે કાજલબેને મોરબીની પાટીદાર દીકરીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. હાલમાં આ બનાવ અંગે પોલીસે કાર્યવાહીહાથ ધરી છે. ચાલો અમે આપને ટૂંકમાં માહિતી આપીએ કે કાજલ હિન્દુસ્તાની કોણ છે?
કાજલ હિન્દુસ્તાની મૂળ રાજસ્થાનના સિરોહી ગામના વતની છે તેમજ કાજલબેનના લગ્ન વર્ષ 2002માં જામનગરમાં રહેતા બિઝનેસમેન જવલંત શિંગાળા સાથે કાજલના મેરેજ થયા અને હાલમાં તેઓ એક સામાજિક કાર્યકર તરીકે પ્રખ્યાત છે તેમજ પોતાના વિચારો સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.