GujaratIndia

જંગલમાં પણ ઘર કંકાસ! સિંહ સિંહણ વચ્ચે થઈ ભીષણ લડાઈ વિડીયો જોઈને દંગ રહી જશો અંતે સિંહને જ..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વી ઉપર મનુષ્ય ઉપરાંત અન્ય જીવો પણ રહે છે આવા જીવોમાં અનેક જીવ પાલતુ તો ઘણા ખરા ખૂંખાર હોય છે પૃથ્વી ઉપર ઘણા વિશાળ ભાગ માં જંગલ ફેલાયેલું છે તેવામાં અનેક જંગલી પ્રાણી આવા જંગલમાં રહે છે આપણે સૌ જાણીએ છીએ કે સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે કારણકે તેની ચાલ તેને ગર્જના તેની નીડરતા અને તેનામાં રહેલી તાકત તેને જંગલનો રાજા બનાવે છે. કોઈ પણ જંગલી પ્રાણી પછી ભલે તે કદમાં નાનો હોય કે મોટો સિંહનું સામનો કરવાની હિંમત રાખતું નથી અને જો કોઈ સિંહની સામે પડે તો સિંહ તેણે પોતાની તાકાતથી પરાસ્ત કરી મૂકે છે.

આપણે સૌ જાણીએ છીએ કે અમુક લોકોને જંગલ માં જવાનું અને જંગલી પ્રાણીઓને જોવાનો તથા તેમનો અભ્યાસ કરીને જંગલી જીવો પ્રત્યે વિવિધ માહિતીઓ એકઠી કરવાનો શોખ હોય છે માટે જો આવા લોકો અવાર નવાર અને જંગલની મુલાકાત કરવી છે જંગલની મુલાકાત વખતે દરેક વ્યક્તિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સિંહ જ રહે છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આવેલ ગીરના સિંહ લોકોમાં ઘણા જ આકર્ષે છે એશિયાઇ સિંહ નું ઠેકાણું એટલે ગુજરાત નું ગીર અહીં દેશ વિદેશથી લોકો સિંહને જોવા માટે આવે છે.

તેવામાં હાલમાં ગીર થી સિંહ એક અદ્ભુત વીડિયો સામે આવ્યું છે જેને જોઈને હાલમાં સૌ કોઈ હેરાન છે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે તો ચાલો આપણે આ વિડીયો અંગે માહિતી મેળવીએ વિડીયો માં જોઈ શકાય છે કે સિંહ અને સિંહણ વચ્ચે લડાઈ ચાલી રહી છે બંને જંગલની વચ્ચે રસ્તામા લડી રહ્યા છે. પરંતુ આ ઘટનામા મજાની વાત એ છે કે તાકાતવર અને નીડર સિંહ સિંહણ સામે ખરાબ રીતે હારી જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહ અને સિંહણ લડી રહ્યા છે. બંને એકબીજા ને હરાવ્વાનો અને એક બીજા ને પરાજિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેવામાં જેવી સિંહણ સિંહ સામે ગર્જના કરે છે તેને સાંભળીને સિંહ પણ શાંત થઈ જાય છે. જે બાદ સિંહણ રસ્તા માં બેસી જાય છે અને સિંહ પણ સિંહણ પાસે જઇને બેસી જાય છે.

જણાવી દઈએ કે આ વિડીયો the wild india નામ ના ટ્વિટર પેજ પર શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં  3.50 લાખ થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ઉપરાંત, 10હજાર  થી વધુ લાઈક્સ અને 2200 થી વધુ રીટ્વીટ કરવામાં આવી છે. આ વિડીયો શેર કરતા લોકો લખી રહ્યા છે કે ” ઘર-ઘર ની વાર્તા… અહીં પણ સિંહણની સામે જોરાવર સિંહે પણ હાર માની. ” આ ઉપરાંત અન્ય વ્યક્તિ એ લખ્યું કે ” ભલે તમે જંગલના રાજા છો. ચાલે માત્ર રાણી ની જ છે. ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!