India

કુતુબમિનાર વિશે પૂર્વ ASI અધિકારી એ કર્યો મોટો ખુલાસો. કુતુબમિનાર નુ નિર્માણ કુતુબ-ઉદ-દીન એબેકે નહિ પણ…

ભારત માં અનેક મોટા મોટા રાજાઓ થઇ ગયા. રાજાઓ એ મોટા મોટા મહાન અજાયબીઓ નું સર્જન કરી ગયા. ભારત માં આવેલું કુતુબમિનાર વિશે એક પૂર્વ અફસરે મોટો ખુલાસો કર્યો છે. ભારતીય પુરાતત્વ વિભાગ ના એક પૂર્વ મંત્રી એ કુતુબમિનબાર વિશે માહિતી આપતા કહ્યું કે કુતુબમિનાર નું નિર્માણ પાંચમી સદી માં થયેલું છે. મંત્રી એ દાવો કર્યો કે કુતુબમિનાર નું નિર્માણ સમ્રાટ વિક્રમાદિત્ય એ કરેલ છે. તેણે કહ્યું કે વિક્રમાદિત્ય એ કુતુબમિનાર નું નિર્માણ સૂર્ય ની પરિસ્થિઓ ની જાણકારી મેળવવા કર્યું હતું.

પૂર્વ ASI અધિકારી એ આ માટે ઘણા દાવાઓ રજૂ કર્યા છે. પૂર્વ ASI અધિકારી ડાયરેક્ટર ધર્મવીર શર્મા એ કહ્યું કે કુટુંબ મિનાર નું નિર્માણ કુતુબુદ્દીન એબકે નહિ પણ વિક્રમાદિત્ય એ બનાવ્યો છે. આ મિનાર નથી પણ એક સન ટાવર છે. તેને કહ્યું કે આની સાબિતી માટે તેની પાસે ઘણા બધા પૂરાવાઓ છે. તેને જાતે કુતુબમિનાર નું સર્વેક્ષણ ક્રેરલું છે.

તેમને જણાવ્યું કે, કુતુબમિનાર ના આ ટાવર માં 25 ઇંચ નું જુકાવ જોવા મળે છે. કારણકે આનું નિર્માણ 21 જૂને સૂર્ય આકાશ માં પોતાની જગ્યા બદલે તે માટે તેના અધ્યન માટે આનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને કહ્યું કે આ નું સાક્ષી વિજ્ઞાન અને પુરાતત્વ પણ છે. તેમને વધારે માહિતી આપતા કહ્યું કે આ એક સ્વતંત્ર ઇમારત છે આનો સંબંધ કોઈ મસ્જિદ સાથે નથી. અને તેની ઉત્તર દિશા માં એક ફેન્સીંગ છે ત્યાંથી ધ્રુવ નો તારો જોઈ શકાય છે.

હિન્દૂ સંગઠનો દ્વારા થોડા સમય પહેલા કુતુબમિનાર નું નામ બદલવાની પણ માંગ કરી હતી. હિન્દૂ સંગઠનો દ્વારા કુતુબમિનાર માં હનુમાનચાલીસ ના પાઠ કરવામાં આવ્યા હતા અને એનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવાની માંગ કરી હતી. કુતુબમિનાર ના ઇતિહાસ ની વાત કરી એ તો દિલ્હી ટુરિઝમ ની વેબસાઈટ મુજબ 1193 માં દિલ્હી માં કુતુબમિનાર નું નિર્માણ મુસ્લિમ શાશક કુતુબુદીન એબકે કરાવ્યું હતું. આમ 5 મીટર ઊંચો લોખંડ નો સ્તંભ આવેલો છે. જેને આજ સુધી કાટ લાગેલો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!