Viral video

અમેરલી પંથકમાં સિંહે કર્યો શિકાર,લાઈવ મારણના દિલધડક દ્રશ્યો કેદ થયા કેમેરામાં, જુઓ વિડીયો….

ગુજરાત ભાગ્યશાળી છે, કે ગુજરાતના ગીરમાં સિંહોના વસવાટ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, વિશ્વમાં આફ્રિકા અને એશિયા ખંડમાં માત્ર ગુજરાત એક એવું સ્થાન છે, કે જ્યાં સિંહો વસવાટ કરે છે. સિંહ આપણા માટે માત્ર એક વન્યપ્રાણી નથી પરંતુ સિંહ આપણું ગૌરવ, માન સન્માન, મોભો, મર્યાદા અને શોર્યતાનું પ્રતીક સમું પ્રાણી છે. આપણે જાણીએ છીએ કે સિંહને નિહાળવવા અનેક પ્રવાસીઓ સાસણ ગીરમાં આવે છે પરંતુ ગીરની આસપાસ વિસ્તારમાં રહેતા લોકોને તો અનેક વખત સિંહના દર્શન થતા હોય છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર સિંહનો એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં તમે એવું દ્રશ્ય નિહાળી શકશો કે આ દ્રશ્ય જોયા બાદ તમેં આશ્ચય પામી જશો. આપણે સૌ કોઈએ સિંહને વિચરણ કરતા તો જોયો હશે પરંતુ સિંહ મારણ કરે તે જોવું એ ભાગ્યની વાત છે. હાલમાં એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકશો કે સિંહ ધોળે દિવસે મારણ કરી રહ્યો છે.

નજરે સમક્ષ નિહાળનાર લોકોનું તો કાળજું કંપી જાય તેવા દ્રશ્યો છે. connectgujarat નામના સોશિયલ મીડિયા પેજ પર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયો પરથી કહેવામાં આવી રહ્યું છે કે, અમરેલીમાં ધોળે દિવસે સિંહે શિકાર કર્યો અને આ લાઈવ દ્રશ્યો કેમરામાં કેદ થયા. વિડીયોમાં જોઈ શકશો કે એક ગાય કે વાછરડા પર સિંહ હુમલો કરીને, તેના જડબામાં દબોચીને તેને રસ્તાને પેલે પાર સુધી ઢસેડી જાય છે. આ દ્રશ્યો જોઈને કોઈનું પણ કાળજું કંપી જાય. આ વિડીયો અંગે ગુજરાતી અખબાર પુષ્ટિ કરતું નથી.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!