Gujarat

ગુજરાતના આ ગામ મા યોજાય અનોખા લગ્ન ! મુસ્લિમ પરિવારે હિન્દુ વિધિથી લગ્ન કર્યા અને લગ્ન કંકોત્રી મા દેવી દેવતા….

ભારત દેશ ધાર્મિકતા નો દેશ છે. ભારત માં અનેક ધર્મો ના લોકો વસવાટ કરે છે. ભારત દેશ માં વસતા લોકો એકબીજા ના ધર્મો નું સન્માન કરે છે. ખાસ તો ભારત માં હિન્દૂ બાદ મુસ્લિમ લોકો ની વસ્તી વધુ જોવા મળે છે. ગુજરાત માં એક એવા લગ્ન કરવામાં આવ્યા કે હિન્દૂ મુસ્લિમ એકતા નું એક સુંદર ઉદાહરણ જોવા મળ્યું.

સાવલી તાલુકાના ભાદરવા ગામની આ ઘટના જેમાં એક મુસ્લિમ યુવકે પોતાના લગ્ન હિન્દૂ વિધિ પ્રમાણે કર્યા છે. વરરાજા ના પિતાએ એ કહ્યું કે, તેમના પુત્ર ના લગ્ન માં માત્ર નિકાહ જ મુસ્લિમ વિધિ પ્રમાણે કરશે એટલે કે નિકાહ ખવાની શરિયત કાનૂન પ્રમાણે કરરાવશો. સાવલી તાલુકાના ભાદરવા ગામે રહેતા રાજુભાઈ મુરાદભાઈ મકરાણી ના પુત્ર મખદૂમભાઇ ના લગ્ન બાસ્કા ગામમાં રહેતા આયશાબહેન સાથે નકી કરેલા છે. મકરાણી પરિવાર ના પુત્ર ના લગ્ન 23 મેં ના રોજ બાસ્કા ગામે થવાના છે.

મખદૂમભાઈ એ કહ્યું કે તે હિન્દૂ પરિવાર સાથે રહીને મોટા થયેલા છે. એમને કહ્યું કે સારા અને ખરાબ બધા પ્રસંગો તેમને હિન્દૂ પરિવાર સાથે રહીને મનાવેલ છે. તેમના પિતા ની ઈચ્છા છે કે તેમના લગ્ન પણ હિન્દૂ વિધિ પ્રમાણે થાય. તેમને વધુમાં કહ્યું કે તે હિન્દૂ વિધિ પ્રમાણે લગ્ન કરીને ખુશ થશો. તેમના પિતા એ કહ્યું કે તે પ્રથમ ઇન્સાન છે. તે હિન્દૂ લોકો સાથે રહીને મોટા થયેલા છે. જો તે હિન્દૂ વિધિ અંનુસાર કાર્ડ ન છપાવે તો તેના હિન્દૂ ભાઈઓ ને કઈ ખ્યાલ ન આવે અને તે લગ્ન માં ન આવે. માટે તેને હિન્દૂ માં જે રીતે કાર્ડ છાપવામાં આવે તે રીતે કાર્ડ છપાયા.

તેમને નિમંત્રણ પત્રિકા માં જેમ હિન્દૂ લોકો ભગવાન ના નામો લખે તેમ તેમને પણ હિન્દૂ ભગવાનો ના નામ લખ્યા. અને સાથોસાથ શનિવારે પીઠી નો પ્રસંગ રાખવામાં આવ્યો. હિન્દૂ માં આવતા તમામ પૂજન અને તમામ વિધિ પણ રાખવામાં આવી. આમ આ એક સુંદર રીતે હિન્દૂ મુસ્લિમ એકતા નું ઉદાહરણન પૂરું પાડ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!