રાજકોમાં બની કાળજું કંપાવી દે તેવી ઘટના! અગ્નિકાંડમાં મુત્યુ પામનાર યુવકના પિતાએ ગુમાવ્યો જીવ, પૂરી ઘટના જાણી રડી પડશો
આપણે સૌ કોઈ જાણીએ છે કે હાલમાં જ થોડા સમય પહેલા જ રાજકોટમાં આવેલ TRP ગેમ ઝોનમાં આગની દુઃખદ દુર્ઘટના ઘટી હતી અને આ કારણે 27 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. હાલમાં આ દુર્ઘટના ભુલાઈ નથી ત્યાં જ પહેલા વધુ એક દુઃખદ સમાચાર આવેલા છે. હાલમાં જ ગુજરાત ટેકના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિશ્વરાજસિંહ જાડેજાના વિયોગમાં તેના પિતા જશુભા જાડેજાનું પણ નિધન થયું છે.
આ દુર્ઘટનામાં મુત્યુ પામનાર વિશ્વરાજસિંહ વિશે જાણીએ તો વિધિના લેખ તો જુઓ કે, નોકરીના પ્રથમ દિવસે જ TRP મોલમાં આગ લાગી અને એક જ પળમાં કાળ તેને ભરખી ગ્યો. લાડકવાયા પુત્રનું મોત થતાં તેના પિતા જશુભા જાડેજા છેલ્લા 2 દિવસથી દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા અને પોતાના જ પુત્રના વિયોગમાં જશુભાનું પણ મોત થયું છે.
પિતા-પુત્રના નિધનથી પરિવાર ઘેરા શોકમાં સરી પડ્યો છે. ખરેખર આ દુર્ઘટનાએ અનેક પરિવારના માળાને વિખેરી નાખ્યો છે, આપણે કલ્પના ન કરી શકીએ એવી દુર્ઘટના બની છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકારે SITની રચના કરી હતી અને તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાના પડિતોને યોગ્ય ન્યાય મળવો જોઈએ અને આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
