કેટલા સમય સુધી આવા રખડતાં ઢોરો પરિવાર ઉજાડતા રેહશે? વડોદરામાં આ વ્યક્તિ માટે કાળ બન્યો રખડતો ઢોર….
રાજ્યમાં હજી હમણાં જ એક ઘટના સામે આવી હતી જેમાં આપણા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રેલીમાં એક આખલાએ અડફેટે લીધો હતો જે પછી ભારે સનસનાટી ફેલાય ગઈ હતી. એવામાં હાલ એક ખૂબ જ દુખદ બનાવ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિને રાતના સમયે આખલાએ અડફેટે લેતા તે વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. એવામાં તેનું મૃત્યુ થતાં મૃતકની પત્ની અને દીકરીએ હૈયાફાંટ આક્રંદ કર્યું હતું.
જણાવી દઈએ કે શહેરમાં આવેલ સુભાનપૂરાના રાજેશ ટાવર રોડ પર આવેલ B-1, વિષ્ણુકુંજ સોસાયટીના વિભાગ-1માં અર્હત જીજ્ઞેશભાઈ ઉર્ફે જીતુ મહીજીભાઈ રાજપૂત(ઉ.વ.48) જ્યારે રાત્રિના સમયે બાઇક પર સવાર થઈને સુભાનપૂરા ઝાંસીની રાણી સર્કલ પાસેથી જઈ રહ્યા હતા ત્યારે એક બેફામ બનેલી ગાયે તેઓને અડફેટે લીધા હતા, ગાયે એટલી જોરદાર ટક્કર મારી હતી કે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને રસ્તા પર ઢળી પડ્યા હતા.
આ ઘટના બનતાની સાથે જ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તરત જ જીજ્ઞેશભાઈને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા જ્યાં થોડી સારવાર લીધા બાદ જ તેઓને તબીબોએ મૃત જાહેર કરતાં જન્માષ્ટમીના દિવસે જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક જિજ્ઞેશભાઈ ઘરમાં કમાનાર વ્યક્તિ હતા અને ઘર ચલાવતા હતા, એવામાં તેઓનું મૃત્યુ થતાં તેઓની દીકરી 18 વર્ષીય કિરણ અને તેઓની પત્ની પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે.
આ ઘટનાને પગલે સ્થાનિકોએ પ્રશાસન વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો છે, કારણ કે શહેરમાં આ પહલી આવી ઘટના નથી. આની પેહલા પણ અનેક એવી ઘટનાઓ બની ચૂકેલી છે જેમાં આખલાઓ આતંક મચાવતા હોય છે અને ઘણા લોકોને ઇજા પોચાડતા હોય છે, મૃતક જીજ્ઞેશભાઈના પિત્રાઇ ભાઈ જિતેન્દ્ર રાજપૂતે જણાવ્યું છે કે રખડતાં ઢોરને લીધે જ તેના ભાઇનો જીવ ગયો છે, આથી અમારી એવી માંગણી છે કે નિરાધાર બનેલા પરિવારને વળતર આપવામાં આવે.