Gujarat

હિંમતનગરના અનોખા શિવભક્તે પોતાની પ્રથમ વર્ષગાંઠ પર જે સ્થળે શિવ પાર્વતીના લગ્ન થયા, ત્યાં જ પુનઃવિવાહ કર્યા, જુઓ આ લગ્નની ખાસ તસવીરો

આજે આપણે એક અનોખા શિવ ભક્ત વિશે જાણીશું કે જેણે પોતાના લગ્ન જીવનની શરૂઆત શિવજીના સ્થાનકથી જ કરી હતી. આપ સૌને યાદ હશે કે વર્ષ 2022માં સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં રહેતા વાઘેલા આદિત્યએ! પોતાના લગ્ન પહેલા તેને શિવજીના મંદિરમાં પ્રિવેડિંગ શૂટ કરાવ્યું અને કોઈ મોર્ડન પહેરવેશ નહીં પરંતુ હિંદુ સંસ્કૃતિ મુજબ પહેરવેશ પહેર્યો છે.

આદિત્ય વાઘેલા નાનપણ થી શિવ નો ઉપાસક છે અને સાધુ પ્રેમી છે એટલે તેણે પોતાની સંસ્કૃતી ને ધ્યાનમા રાખીને વિચાર્યું કે હું મારા લગ્નમાં કંઈક અલગ રીતે પ્રિવેડિંગ ફોટો શુટ કરાવું. સૌથી ખાસ વાત એ છે કે આદિત્યએ પોતાના લગ્ન ખુબ જ ધામધૂમથી કર્યા હતા.

તા. 21 એપ્રિલ 2022 ના રોજ ખૂબ જ ભવ્ય રીતે લગ્ન યોજાયા હતા. આ લગ્નમાં ખૂબ જ અનોખી રીતે વરઘોડો કાઢ્યો હતો. અત્યાર સુધી તમે અનેક વરઘોડા જોયા હશે પરતું આદિત્યએ બાજીરાવની થીમ આધારિત પોતાનો વરઘોડો કાઢ્યો હતો.

આદિત્યએ બાજીરાવ મલ્હાર જેવી જ શેરવાની અને પાઘ પહેરી અને હાથમાં તલવાર રાખી હતી. તેમજ સૌથી વધારે આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું શાહી હાથી! આ વરઘોડામાં રજવાડી બગી, ઊંટ,ઘોડા,અને ફુલોથી સજાયેલી ગાડી ઓ અને વાઘેલા પરીવાર અને મહેમાનો રજવાડી ઠાઠ સાથે નીકળ્યા હતા જાણે મહારાજની સવારી નીકળી હોય.

હાલમાં ફરી એકવાર તેણે લગ્ન કર્યા છે અને આ લગ્ન એક ખાસ જગ્યાએ કરવામાં આવ્યાં છે. પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે તેમણે ભગવાન શિવ અને માં પાવઁતી ના વિવાહ સ્થળે ફરીથી લગ્ન કરીને લગ્ન ગ્રંથીએ જોડાયા. તમને જણાવી દઈએ કે આ મંદિર ઉત્તરાખંડમાં આવેલ છે. આ મંદિર ત્રિયુગીનારાયણ તરીકે ઓળખાય છે. આ જ સ્થાને ભગવાન શિવ અને માં પાવઁતીના વિવાહ થયા હતા.

આ લગ્ન ભગવાન વિષ્ણુ ની સાક્ષી માં થયા હતા. શિવ પાર્વતીના લગ્ન જે અગ્નિ ની સાક્ષી માં થયા હતા તે જ્યોત(ધનંન્જય) અગ્નિ જે ત્રણ યુગથી અખંડ જ્યોત સ્વરુપે હજુ પણ મંદિરમાં પ્રગટે છે. આમ પણ આદિત્ય નાનપણ થી શિવ ના ઉપાસક હોવાથી તેણે પોતાના લગ્નની શરૂઆત પણ શિવજીને યાદ કરીને કર્યા હતા, ત્યારે ફરી એકવાર પોતાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી પણ ખાસ રીતે કરી.

 

આદિત્યનું માનવું હતું કે મારા માત-પિતા ભગવાન શિવ અને મા પાર્વતીના જ્યા લગ્ન થયાં ત્યા થાય પણ સંજોગ અને સમાજ ના રીત રીવાજોના કારણે કરી ના શક્યા એટલે તેમને પોતાના લગ્ન વર્ષગાઠ ના દિવસે ત્રિયુગીનારાયણ મંદિરમાં વિધિ વિધાન થી ફરીથી લગ્ન કયાઁ અને ભગવાન શિવ અને માં પાર્વતી તથા ભગવાન વિષ્ણુની પુજા પૂજા અર્ચના કરી આશીઁવાદ લીધા અને તેમની જોડી શિવ પાર્વતી જેવી અંખડ રહે એવી મનોકામના કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!