ભારતનું એક એવુ ગામ જ્યાંના ગ્રામજનોને છે દીપડાઓ સાથે અનોખી મિત્રતા !! દીપડા અને ગ્રામજનો હળીમળીને રહે છે, હજી સુધી એક ઇજા નથી પહોંચાડી દીપડાએ…
આ જગતમાં દરેક જીવીમાં ઈશ્વરે લાગણી અને પ્રેમના ભાવ પૂર્યા છે, જેથી માણસની જેમ દરેક જીવ પણ માણસ સાથે જે ભાવ વર્તે છે. જે ભાવ સાથે માણસ બીજા માણસ સાથે વર્તે છે. આજે અમે આપને એક અનોખા સંબધ વિષે જણાવીશું. રાજસ્થાનના પાલી જિલ્લાની વાઈલ્ડલાઈફ જવાઈ હિલ્સ ખૂબ જ મનમોહક જગ્યા છે. જે ગીરના નેસ અને સિંહોની યાદ અપાવે છે.
આપણે જાણીએ છે કે, જે રીતે સિંહ માત્ર સાસણ ગીરમાં જોવા મળે છે અને એ પણ ગીરમાં વસતા માલધારીઓ ની વચ્ચે રહે છે. માલધારી અનેગીરના સાવજ વચ્ચે અતૂટ બંધન છે, જેની કલ્પના આપણે ન કરી શકીએ આવી જ અનોખી મિત્રતા પાલી જિલ્લાનું આ બેરા ગામમાં જોવા મળે છે, જ્યાં માણસ અને દીપડાનો અતૂટ પ્રેમ જોવા મળે છે.
આખી દુનિયા ફરી લો પણ તમે દીપડાનું ટોળું ક્યાંય નહીં જોયું હોય, પરંતુ આ નાનકડા ગામમાં તમને ટોળામાં દીપડા જોવા મળશે. આ બેરા ગામ અરવલીની પહાડીઓમાં આવેલું છે તમને જાણીને નવાઈ લાગશે કે આ નાના ગામમાં 40 થી 50 દીપડા રહે છે.અહીં દીપડા અને માણસો વચ્ચે અનોખો સંબંધ જોવા મળે છે. આજ સુધી દીપડાએ અહીં કોઈ માનવ પર હુમલો કર્યો નથી.
આટલું જ નહીં, માણસોએ ક્યારેક તેમને નુકસાન પણ પહોંચાડ્યું હતું. વાસ્તવમાં, આ પ્રદેશમાં ચિત્તાને સ્થાનિક દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ તેમને સાચવવા માટે ખાસ કાળજી લેવામાં આવે છે. આ વિસ્તારમાં ગેરકાયદેસર શિકાર નહિવત છે. અહીં 40 થી 50 દીપડાઓની વસ્તી છે. ખરેખર આ ગામ આપણને ગીરના માલધારી અને સાવજના અતૂટ સંબંધની યાદ અપાવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.