દેશના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી સદાય થી ઉજવ્યો જન્મદિન! કહ્યું કે આ ક્ષેત્રોમાં 60 હજાર કરોડનું દાન આપવામાં આવશે….
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસને ખૂબ જ હર્ષ ઉલ્લાસ થી ઉજવાતા હોય છે. ત્યારે હાલમાં જ દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા ગૌતમ અદાણીએ પોતાનો 60મો જન્મ દિવસ ખૂબ જ સાદાય પૂર્વક બાળકો સાથે ઉજવ્યો અને પોતાના જન્મદિવસ પર તેમણે 60 હજાર કરોડ રૂપિયાનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ખરેખર આ ઘટના ખૂબ જ પ્રેરણાદાયક છે. 60 હજાર કરોડ રૂપિયા દાનમાં આપવા એ ખૂબ જ મોટી વાત છે.
ખાસ કરીને અદાણી પરિવારે દેશની તાતી જરુરિયાત એવા સામાજીક ક્ષેત્રો આ રકમનો ઉપયોગ અને સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે..જેમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં સતત વધી રહેલી આવશ્યકતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેમજ . દરેક ક્ષેત્રોમાં રહેલી ઉણપો ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને પામવામાં અવરોધક છે. ભાવિ કાર્યબળની ક્ષમતા અને સ્પર્ધાત્મકતાના પાસાઓમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે.
ગૌતમ અદાણી એ જણાવ્યું હતું કે મારા પિતાની 100મી જન્મ જયંતિ હોવા ઉપરાંત આ વર્ષ મારા 60માં જન્મદિવસનું પણ વર્ષ હોવાથી પરિવારે ખાસ કરીને આપણા રાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંબંધી સખાવતી પ્રવૃત્તિઓ માટે રૂ. 60 હજાર કરોડનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. મારી ‘ગ્રોથ વિથ ગુડનેસ’ની ફિલસૂફીને પરિપૂર્ણ કરવા માટે અદાણી ફાઉન્ડેશનની યાત્રામાં પરિવર્તન લાવવાનો જુસ્સો ધરાવે છે.
આ પ્રસંગે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના ચેરમેન અને વિપ્રો લિમિટેડના સ્થાપક અધ્યક્ષ અઝીમ પ્રેમજીએ જણાવ્યું હતું કે, ગૌતમ અદાણી અને તેમના પરિવારની પરોપકાર પ્રત્યેની પ્રતિબદ્ધતાએ એક ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું. મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રયાસમાં ગૌતમ અદાણી અને તેમના ફાઉન્ડેશનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
ખાસ વાત એ છે કે, આજે અદાણી ફાઉન્ડેશન ભારતના 16 રાજ્યોના 2409 ગામોમાં 37 લાખથી વધુ લોકોને આવરી લઇને કામ કરી રહ્યું છે. વર્ષોથી અદાણી ફાઉન્ડેશને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) સાથે તાલ મિલાવીને સમાજની બદલાતી જરૂરિયાતો પછી તે ટકાઉ આજીવિકા,આરોગ્ય અને પોષણ કે સર્વે માટે શિક્ષણ હોય અથવા તો પર્યાવરણીયની ચિંતા કરતા હોય તે ઉપરાંત મહિલાઓના સશક્તિકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, અને સેવા કાર્ય કરવામાં આવે છે.