સુરત માતા-દીકરી આપઘાત કેસ મા સાસરીયા વાળા પર ફરિયાદ નોંધાઇ ! તું શ્યામ છે મારા દીકરા સાથે નથી શોભતી એવુ કહેતા….
ગત તારીખ 8 મે માતા દિવસ ના દાવસે જ એક દુખદ ઘટના સામે આવી હતી જેમા તાપી નદી માથી એક માતા અને પુત્રી ની દુપટ્ટા વડે બાંધેલી લાશ મળી આવી હતી. જ્યારે બાદ આ લાશ ને બહાર કાઢવાની કામ ફાયર બ્રિગેડ ની ટીમે કર્યુ હતુ અને માતાનુ નામ દિપાલી સાગર દૈવે તરીકે ઓળખ થય હતી જયારે બે વર્ષ ની દીકરી ક્રિશા તરીકે ઓળખ થય હતી. આ ઘટના ને લઈ ને હવે ફરિયાદ ઉઠવા પામી છે.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો ગત તારીખ 6-6-2022 ના રોજ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ કરાડ રોડ પ્રયોશા પાર્ક ખાતે રહેતા સાગર બદ્રીનાથ દૈવેએ પોતાની પત્ની દીપાલી અને બે વર્ષની પુત્રી ક્રિશા ઘરે થી અગમ્ય કારણસર નીકળી ગયા હોય તેવી અરજી ડિંડોલી પોલીસ સ્ટેશને આપી હતી. જયાર બાદ આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી જ્યારે 8 મે ના રોજ રિવર વ્યુ હાઇટર્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલ માતા અને પુત્રીની ખોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
આ ઘટના અંગે રાંદેર પોલીસ અને ફાયર બ્રિગેડ ને ટીમ ને જાણ કરવામા આવતા પોલીસ અને ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી કરતા પીલસે લાશ ને કબજે કરી હતી. જ્યારે ઘટના અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે સાગર દૈવે અને પત્ની દીપાલી મુળ મહારાષ્ટ્ર ના વતની છે અને હાલ સુરત મા માતા પિતા સાથે રહેતા હતા. બન્ને ના ત્રણ વર્ષ અગાવ લગ્ન થયા હતા અને એક દિકરી પણ હતી.
લગ્ન બાદ બન્ને વચ્ચે કય કંકાસ થતો રહેતો હતો અને પતિ ના પરીવાર થી દીપાલી ખુશ ના હોય તેવુ જણાઈ રહ્યુ હતુ. આ ઘટના બાદ દીકરીના પિતા એ પિતાએ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પતિ સાગર, સસરા, સાસુ અને નણંદ રસોઈ બનાવવા બાબતે સતત ટોણા મારતા હતા. સાથે કહેતા કતા કે, તું શ્યામ છે મારા છોકરા સાથે ગાડી પર બેસીને જાય તો તું શોભતી નથી. લગ્ન બાદ એકલી પિયરવાળા સાથે વતન પણ મોકલતા ન હતા. સતત ત્રાસના કારણે અંતિમ પગલું ભર્યું હતું.