ગુજરાતી લોક ગાયિકા કિરણ ગજેરા રહે છે, આવા આલીશાન ઘરમાં! આટલું સુંદર ઘર તો કોઈ કલાકારનું…
ગુજરાતી સંગીતની દુનિયામાં ઘણાય લોકપ્રિય ગાયિકા કલાકારો છે, જેઓ પોતાના કોકિલા કંઠના લીધે ખૂબ જ લોકપ્રિય છે. સૌથી મહત્વની વાત છે કે, આ તમામ ગાયિકાઓનું જીવન આજે ભલે વૈભવશાળી હોય પરંતુ એક સમય એવો હતો જ્યાતે તેઓની આર્થીક પરિસ્થિતિમાંઓ ખરાબ હતી પરંતુ કહેવાય છે ને કે, સમય બદલાઈ છે અને એ બદલાબ નિયતી નહીં પરંતુ આપણે બદલાવ લાવવો જોઈએ.

આ તમામ ગાયિકોમાં આપણે આજે કિરણ ગજેરા વિશે વાત કરીશું જેમણે અથાગ પરિશ્રમ થકી જીવનમાં સફળતા મેળવી અને આજે ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે.આજે અમે આપને કિરણ ગજેરા નાં જીવન વિશે તેમજ તેમના આલીશાન અને ભવ્ય ઘર વિશે મુલાકાત કરાવીશુ.
સૌથી પહેલા જાણીશું કે કિરણ ગજેરા એટલે કોણ? કિરણ ગજેરાનો જન્મ મરેલી ગામમાં થયેલ અને કિરણના પિતા ડ્રાઇવરની નોકરી કરતા હતા. સાત સભ્યોના પરિવારની આર્થિક પરિસ્થિતિ જોતા કિરણ ગજેરાએ 13 વર્ષની ઉંમરે અમરેલી થી ગાવાની શરૂઆત કરી હતી.

આજે તેમના ભજન લોક ગીતો, લગ્નગીતો માટે ખૂબ પ્રખ્યાત છે. તેના ડ્રાઇવર પિતાને મદદ કરવા કિરણે બાળપણમાં જ નક્કી કરી લધું હતું કે તે ગાયિકા બનશે અને આજે તેઓ દેશ વિદેશોમાં દરેક અવસરે અને પ્રસંગોમાં ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. તેઓ આજે કાર્યક્રમ માટે 70 હજારથી 1.50 લાખનો ચાર્જ લે છે.સૌથી મહત્વની વાત એ છે કે, પરિવારની મદદ માટે આ ક્ષેત્રે આગળ વધ્યા બાદ પહેલા કાર્યક્રમ માટે 60 રૂપિયા ફી મળી. 2008 માં, પારિવારિક સમસ્યાઓના કારણે અમરેલી અને પરિવારને સુરતમાં સ્થાયી થયો, એક વર્ષ પહેલા ગાવાનું શરૂ કર્યું.

તેમણે.હોંગકોંગમાં પણ પ્રોગ્રામ ઓફર કરનારી કિરણની આજે પોતાની ઓડી કાર છે. હાલ પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયેલી કિરણ ગજેરા 4BHKના આલિશાન ફ્લેટમાં રહે છે.આ ફ્લેટ જેટલો બહારથી સુંદર છે તેના કરતાં અંદરથી તેની સુંદરતા વધારે છે.આ આલીશાન ફ્લેટમાં એક પ્રાઇવેટ ટેરેસની સુવિધા પણ છે.કિરણ ગજેરાએ પોતાના રૂમની બહાર રિયાઝ રૂમ લખ્યું છે અને તેમના ઘરમાં દરેક જગ્યાએ ખુબજ સુંદર અને મોંઘા ફર્નિચર મુકવામાં આવ્યા છે પરંતુ કિરણ ગજેરાએ પોતાની રિયાઝ રૂમ ને ખૂબ જ અલગથી સજાવી છે અને તે ખૂબ જ સુંદર છે જેને જોઈને તમારું મન મોહિત થઈ જશે.
