Gujarat

દોરી થી બચવા ચાલીને નીકળ્યા છતા યુવા ઇજનેરનું મોત થયુ ! આવી રીતે ઘટના ઘટી

હાલમાં જ એક દુઃખ ઘટના બની છે, જેના લીધે એક યુવાનનું મુત્યુ થયું છે.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, દોરી થી બચવા ચાલીને નીકળ્યા છતા યુવા ઇજનેરનું મોત થયુ અને આ ઘટના કંઈ રીતે બની તે જાણી ને તમે પણ ચોંકી જશો. ખરેખર આ જોઈને તમે પણ આશ્ચય પામી જશો. ચાલો અમે આપને આ ઘટના વિશે જાણીને તમને પણ આશ્ચય થશે. ખરેખર ઉત્તરાયણનું પર્વનાં અનેક લોકો માટે મુત્યુ નું કારણ બન્યું છે.ત્યારે આ યુવાનનો જીવ પણ દોરીએ લઈ લીધો.

શહેરના આજવા રોડ ઓમ રેસીડેન્સી ખાતે રહેતા રાજેશભાઈ ઠક્કર સિકયુરિટી એજન્સીનો બિઝનેસ કરે છે. એક પુત્રી અને પુત્ર સાથે રહેતા પરિવાર પર ઉતરાયણના દિવસે સાંજે આભ તૂટી પડયું હતું.યુવાનને પતંગનો દોરો વચ્ચે આવે ને ઇજાગ્રસ્ત થવાય તેની ચિંતામાં ચાલતા નીકળેલા 27 વર્ષીય ઈજનેર યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

પોતાના ઘર પાસે આવેલ એલએન્ડટી નોલેજ સિટીમાં મિત્રને મળવા જવાનું કહીને સાંજે 7:30 વાગે નીકળેલા તેમના 27 વર્ષીય પુત્ર જયને પિતાએ બાઇક લઇને જવાની સલાહ આપી હતી, પરંતુ પતંગ નો દોરો વચ્ચે આવવાથી અકસ્માત થાય તેના કરતાં ચાલતા જવાનું યોગ્ય સમજી ચાલતા નીકળેલા જય ઠક્કરને રોડ ક્રોસ કરતી વખતે હાઈવે ઉપર નોલેજ સિટી પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાને લીધે બાપોદ પોલીસ દ્વારા અજાણ્યા વાહન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહેલા બાપોદ પોલીસના અધિકારીઓ પણ પરિવારજનોની પૂછપરછ કરવાની હિંમત એકઠી કરી શક્યા નહોતા. યુવાનના મૃત્યુને પગલે માતા-પિતાની તબિયત લથડતા પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેના કાકાને સુપ્રત કરવામાં આવ્યો હતો.મૃતકની આત્મા ને શાંતિ મળે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!