ભવ્ય લગ્ન સમારોહ મા આખલા નો તરખાટ ! જુઓ વિડીઓ કેવુ ખેદાન મેદાન કર્યુ…
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો ફક્ત ગુજરાતમાં જ નહીં પણ આખા દેશમાં લગ્ન ગાળો ચાલી રહ્યો છે. એવામાં લગ્ન સીઝનની સાથો સાથ ચૂંટણી આવતા ઘણા એવા વખાણલાયક કિસ્સાઓ બની રહ્યા છે. પણ હાલ સોશિયલ મીડિયા પર એક ખુબ ચોંકાવી દેતો વિડીયો વાયરલ થયો છે જેમાં લગ્ન સમારોહમાં એક આખલાએ ઘુસીને એવો તરખાટ મચાવ્યો કે લગ્નમાં ઉપસ્થિત થયેલ મેહમાનો પણ સુરક્ષિત જગ્યા ગોતતા થઇ ગયા હતા. આ વિડીયો હાલના સમયમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
આમ તો આપણે જાણીએ જ છીએ કે જ્યારે પણ કોઈ પાર્ટી પ્લોટ અથવા તો કોઈ ખાલી જગ્યા પર લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ઘણી વખત ગાયો અને ઢોર જેવા પ્રાણીઓ ઘુસી જતા હોય છે, જે અમુક વખત તો લગ્નમાં ભારે તહેલકો મચાવી દેતા હોય છે તો અમુક વખત શાંતિથી બહાર પણ નીકળી જતા હોય છે. આવું ન બને તેના માટે થઇને તમામ વ્યવસ્થાનો ખાસ ખ્યાલ રાખવામાં આવતો હોય છે,એટલું જ નહીં અમુક જગ્યાએ તો આ માટે ગેટ પર ગાર્ડ પણ ઉભા રાખવામાં આવે છે.
આવો જ એક વિડીયો હાલ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વિશાળ આખલો લગ્ન સમારોહમાં ઘુસી જાય છે અને પંડાલમાં ચાલવા લાગે છે. આ જોઈને ત્યાં ઉપસ્થિત મેહમાનોમાં પણ ડરનો માહોલ ફેલાય જાય છે આથી તેઓ સુરક્ષિત જગ્યાએ ચાલ્યા જાય છે તો અમુક લોકો આખલાના ડરને લીધે આમ-તેમ દોડવા લાગે છે. આમ તો વિડીયો જોતા પણ એવું લાગી રહ્યું છે કે આખલાના ડરથી પંડાલ ખાલી કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.
View this post on Instagram
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે લગ્ન સમારોહ ચાલી રહ્યો છે, એવામાં ત્યાં અચાનક જ આખલો ઘુસી જાય છે અને જમણવારના કાઉન્ટર નજીક આંટાફેરા લગાવા લાગે છે, વિડીયોમાં આગળ જોઈ શકાય છે કે આવી ભાગદોડમાં જ એક યુવક લપસીને નીચે પડી જાય છે. આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ જોવામાં આવી રહ્યો છે, જણાવી દઈએ કે આ વિડીયોને prettymatti નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો તો જેને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે.