શાંતિલાલ નુ વધુ એક ઓડિયો રેકોર્ડીંગ વાયરલ ! અદાણી-અંબાણી ત્યા ભુવા મોકલ્યા….
ગુજરાતી એટલે મોજીલા માણસો! કોઈપણ વિકટ પરિસ્થિતિમાં પણ તક શોધી લે એ ગુજરાતી. આમ પણ કહેવાય છે ને કે, ક્યારેક માણસ પોતાની જ ભૂલ જ કારણે પરિસ્થિતિમાં પણ મુકાઈ જાય છે, તો ક્યારેય પોતાની અજાણમાં થયેલ ભૂલ ન કારણે પ્રસિદ્ધ પણ બની જાય છે.હાલમાં જ સોશિયલ મીડિયામાં શાંતિલાલ નુ વધુ એક ઓડિયો રેકોર્ડીંગ વાયરલ ! અદાણી-અંબાણી ત્યા ભુવા મોકલ્યા એવી વાત કરતો ઓડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે આ પરિસ્થિતિ દરમિયાન રાજકોટના રણછોડનગરમાં રહેતા શાંતિલાલ અને મિત્ર નારણભાઇ વચ્ચે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને લઇને એક ઓડિયો-ક્લિપ એટલી વાઇરલ હતી. શાંતિલાલે એ ઓડિયો ક્લિપમાં એવો પણ દાવો કર્યો હતો કે પુતિન તેમના સમાજના સગા થાય છે. આ વીડિયો કલીપ ખૂબ જ રમુજી બની હતી.
શાંતિલાલ વિશે જાણીએ તો તેઓ રાજકોટનાં રહેવાસી છે અને તેમનું આખું નામ શાંતિભાઈ અગ્રાવત છે. તેઓ સમાજસેવા અને એક્સિડેન્ટ ક્લેઇમનું કામ કરે છે, અને તેમનું મૂળ ગામ કસ્તુરબા ત્રંબા છે. પુતીનવાળા ઓડિયો કલીપ થી તેમને રાતો રાત લોકપ્રિયતા મેળવી હતી ત્યારે હવે અંબાણી અને અદાણીને ત્યાં ભુવ મોકલ્યા વિશે ની વાત થઈ રહી છે.
શાંતિલાલ ફોનમાં વાત કરતા કહે છે કે, રાજકોટના બે મોટા ભુવાને ઓળખું છું, એ અદાણી અને અંબાણીને ત્યાં જઈને વિધિ કરે છે. આ વાત સાંભળતા અન્ય વ્યક્તિ કહે કે, આપણે તો એવા કોઈની જરુર નથી. તો પછી શાંતિલાલ કહ્યું કે, આ બન્ને ભુવા 50 લાખથી ઓછામાં કામ નથી કરતા અને મને પગમાં સબાકા આવતા હતા તો મને એને ફોન કર્યો. તો મેં ભુવાએ મને એવો મંત્ર આપ્યો કે હું રાજકોટથી મોરબી સુધી હાલી ને જતો રહ્યો અને હવે મારી વાડીએ આવશે.
આ વાત સાંભળીને વ્યક્તિ કહે છે કે, એમ ભલે ને આવતા. તો શાંતિ ભાઈ પણ પોતાની વાતને ઢીલી નથી મુકતા અને કહે છે કે, આ ભુવા તો ઉડીને બધે પહોંચે.હા મારે હરિદ્વાર જવું હતું ભુવા તો મને એક પગે ટીંગાળી હરિદ્વાર લઈ ગયા. હાલમાં આ ઓડિયો કલીપ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને શાંતિલાલ પણ એક મીડિયાને રજુઆત કરતા કહ્યું હતું કઆ રમૂજ કરતી ઓડિયો-ક્લિપ છે જેને અને સમાજને આનંદ આવ્યો, કોઈનું અહિત થયું હોય એવું બોલ્યો નથી. ગુજરાતી અખબાર આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. હાલમાં આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
