તમારા ફોન મા પણ આ “એપ” હોય તો થઈ જાવ સાવધાન ! યુવાન ના બીભત્સ ફોટા વાયરલ થઈ ગયા અને રુપીઆ…
તમારા ફોન મા પણ આ “એપ” હોય તો થઈ જાવ સાવધાન ! યુવાન ના બીભત્સ ફોટા વાયરલ થઈ ગયા. આપણે જાણીએ છે કે, અનેક પ્રકારના એપ આજે ઉપ્લબ્ધ છે. ત્યારે હાલમાં જ
ચાઇનીઝ એપ દ્વારા શહેરના એક યુવકને ઓનલાઇન લોન આપી વધુ રૂપિયા વસૂલવાની ધમકી આપી તેના ફોટા મોર્ફ કરી વાઈરલ કરનાર ટોળકીના ત્રણ શખસને વડોદરા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યા છે.
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો,વડોદરાના પ્રશાંત જગતાપ નામના યુવકે ચાઇનીઝ એપ CashBusNew નામની એપ્લિકેશન પરથી ઓનલાઇન લોન લીધી હતી. યુવાને નિશ્ચિત સમયમર્યાદામાં વ્યાજ સાથે ભરપાઇ કરી દીધી હતી. આ છતાં જુદાજુદા નંબરથી વોટ્સએપ કોલ દ્વારા વધુ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી તેમજ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, તેની તસવીર મોર્ફ કરી ફરતા કરી દેવાની ધમકી મળતી હતી.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, યુવકને મોબાઇલમાં એક SMS આવ્યો અને તેમાં આવેલ લિંક પર ક્લિક કરતા તેનો મોબાઇલમાં એક સાથે ચાર ચાઇનીઝ એપ ડાઉનલોડ થઇ ગઇ હતીલોન લીધી ન હોવા છતાં લોનની રકમની માંગણી કરવામાં આવી રહી હતી. તેમજ જો તે રૂપિયા ન આપે તો તેની તસવીર મોર્ફ કરી વાઈરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. યુવાનનાજ તેના મોર્ફ કરેલા બીભત્સ તસવીરો યુવકના સગા અને મિત્રોને સોશિયલ મીડિયાના માધ્યમથી મળવા લાગી હતી.
યુવકે વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવેલી જેથી માહિતીના આધારે દિલ્હી ખાતેથી ત્રણ શખસને ઝડપી લેવામાં આવ્યા છે. ઝડપાયેલા શખસમાં સંદિપ કુમાર કેદારપ્રસાદ માતો (ઉંમર 23 વર્ષ, રહે. હજારીબાગ, ઝારખંડ), લક્ષ્મણ રાજનસિંગ ચૌહાણ (ઉંમર 23 વર્ષ, રહે. મથુરા, ઉત્તર પ્રદેશ) અને અબુસોફીયાન રહેમાન (ઉંમર 24 વર્ષ, રહે. મુઝફ્ફરપુર, બિહાર)નો સમાવેશ થાય છે.
આરોપી અબુસોફીયાન અગાઉ વર્ષ 2018માં ચીન જઇને ચાઇનીઝ ભાષા શીખીને ચાઇનીઝ દુભાષીત તરીકે જુદીજુદી કંપનીઓમાં નોકરી કરી ચુક્યો છે. ત્યાર બાદ કંપની બંધ થઇ જતાં અબુસોફિયા નીકોલસ નામના વ્યક્તિના સંપર્કમાં રહીને તેના આઇડી પાસવર્ડ મેળવીને લોન રિકવરીનું કામ તેના માણસોને પાસે કરાવતો હતો.આ ઘટના પરથી જાણવા મળે કે, કોઈપણ પ્રકારની લિંક ઓપન કરવી જોઈએ.