અનુપમા સિરિયલ મા “બા” નુ કીરદાર નીભાવનાર એક્ટરસ અલ્પના બુચ ગુજરાતી છે ! ગુજરાતી ફિલ્મો થી લઈ હિન્દી સિરીયલ મા આવી રીતે પહોચ્યા…
સ્ટાર પ્લસ ચેનલ એટલે હિન્દી સિરિયલોનું સરનામું. આજે આપણે વાત કરીશું અનુપમા સિરિયલમાં બા નું કિરદાર નિભાવતા અભિનેત્રી અલ્પના બુચના જીવન વિશે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, અલ્પના બુચ 3 મૂળ ગુજરાતી છે અને તેમનો જન્મ 27 સપ્ટેબર 1972ના રોજ દ્વારકામાં થયેલ. તેઓ પહેલે થી જ રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલ છે. આમ પણ ટેલિવુડ થી લઈને બોલીવુડમાં ગુજરાતીઓનું પ્રભુત્વ ખૂબ જ રહેલું છે.
હાલમાં જ્યાં જુઓ ત્યાં સ્ટાર પ્લસ સિરિયલ અનુપમા ની ચર્ચા થઈ રહી છે. આ સિરિયલ પાત્રો પણ લોકોના દિલોમાં એક અનોખી જગ્યા બનાવે છે. આ સીરિયલમાં અલ્પના બુચ એ લીલા બાનું પાત્ર ભજવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અલ્પના બુચનો જેવો સ્વભાવ ઓન પર સ્કિન છે, તેના કરતાં રીયલ લાઈફમાં કેવા છે તે જાણીને તમને પણ આશ્ચય થશે.
લીલા એટલે ગુજરાતી રંગભૂમિના કલાકાર. અલ્પના બુચના લગ્ન ગુજરાતી કલાકાર મેહુલ બુચ સાથે થયેલ છે તેઓ બને પોતાનું જીવન ખૂબ જ ખુશી થી પસાર કરી રહ્યા છે અને તેમને એક દીકરી પણ છે. હાલમાં તેઓ અનુપમા સીરીયલમાં જોવા મળે છે પરંતુ આ સિવાય અનેક ધારાવાહિક અને ગુજરાતી ફિલ્મોમાં તેમને કામ કર્યું છે.તેમની સિરિયલો વિશે વાત કરીએ તો સરસ્વતીચંદ્ર`, `ઉડાન`, `બાલવીર` અને `પાપડપોલ` જેવી અનેક સીરિયલોમાં કામ કરી ચુક્યા છે.
રિયલ લાઈફમાં તેઓ એકદમ મોર્ડન જ લાગે છે. હાલમાં તેમની ઉંમર પંચાસ વર્ષ હોવા છતાં પણ તેઓ આજે પણ એટલા જ ફિટ એન્ડ ડફાઈન છે. તેમને એક ઇન્ટવ્યૂમાં કહેલ કે મને હજી સુધી ભાખરી બનાવતા નથી આવડતી. અલ્પના બુચ અને મેહુલ બુચ ની જોડી લાખો લોકોનું દિલ જીતી લઈ છે. રિયલ લાઈફમાં તેઓ ખૂબ સરળ અને નિર્મળ સ્વભાવના છે , જે દરેકનું દિલ જીતી લઈ છે. અને એક હાઈફ પ્રોફેશનલ અને જનરલ પર્સન ની જેમ લાઈફ જીવી રહ્યા છે.
અલ્પના બુચ ગુજરાતી નાટકોમાં પણ અભિનયના ઓજસ પાથર્યા છે. ટૂંકમાં કહીએ તો તેમના કારકિર્દીની શરૂઆત રંગમંચ દ્વારા જ થઈ હશે. રંગમંચમાં કિરદારો ભજવીને તેમને હિન્દી સિરિયલોમાં કામ કરવાનું શરૂ કર્યું. મોટાભાગના કલાકારો મુંબઈમાં રહે છે, જેથી ગુજરાતી કલાકારો ગુજરાતી ફિલ્મો અને ધારાવાહિકમાં કામ કરવાને બદલે ટેલિવુડમાં જ આગળ વધે છે. હાલમાં જ તેઓ ગુજરાતી ફિલ્મ લવની લવ સ્ટોરીસમાં જોવા મળ્યા હતા.