ઐશ્વર્યારાય ની ડુપ્લીકેટ યુવતીને જોઈને તમે ઓળખી નહિ શકો કોણ છે અસલી! જુઓ કેટલી હોટ લાગે છે…
કહેવાય છે ને કે, જગતમાં સાત ચહેરાઓ એક સરખા મળી શકે છે! ભગવાનનાં હાથે ઘડાયેલ આપણે સૌ એમના જ રમકડાં છીએ. આ દુનિયામાં અનેક લોકો એવા હોય છે જેમનાં ચહેરાઓ એક બીજા સાથે મળતા આવતા હોય છે. જેમાં ખાસ કરીને જૂડવા બાળકોમાં તો આ જોવા મળે છે પરંતુ અલગ અલગ માની કુખે જન્મેલા બાળકો સરખા જોવાં મળે છે.
બોલિવૂડમાં ઘણા એક્ટર્સના ડુપ્લિકેટ છે અને તેઓ સ્ટાર્સની મિમિક્રી કરીને પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. સોશિયલ મીડિયાના યુગમાં એક્ટર્સના ડુપ્લિકેટ સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાયની ડુપ્લીકેટ ધૂમ મચાવી રહી છે. આ યુવતી આશિતા ઈન્ટરનેટ ઈન્ફ્લુએન્સર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ઈન્દોરની રહેવાસી આશિતાના અત્યારે સોશિયલ મીડિયા પર 25 હજારથી વધુ ફોલોઅર્સ છે. ઐશ્વર્યા રાય જેવું દેખાવું અશક્ય છે પરંતુ સોશિયલ મીડિયાના જમાનામાં અત્યાર સુધી ઘણા એવા ચહેરા સામે આવ્યા છે, જેમનો ચહેરો ઐશ્વર્યા સાથે મળતો આવતો હોય. હવે આ લિસ્ટમાં નવું નામ જોડાઈ ગયું છે આશિતા રાઠોડનું. આશિતા રાઠોડનો ચહેરો પણ ઐશ્વર્ય રાયથી મળતો આવે છે. આ કારણે અનેક લોકો તેના દીવાન થઈ ગયા છે.
તે સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ થઈ ગઈ છે. અનેક દર્શકોમાં તે ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે અને હાલમાં તે ઐશ્વર્યાનાં લુકમાં જ અનેક રિલ્સ દ્વારા દર્શકોને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહી છે. ત્યારે હાલમાં તો લોકો તેને ઐશ્વર્યા સાથે જ સરખાવી રહ્યા છે.