દેશ પર વધુ એક વાવાઝોડાનો ખતરો ક્યારે પણ ત્રાટકી શકે છે “આસની”! હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આટલા ભાગમાં થઇ શકે છે અસર જાણો વિગતો…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે તેવામાં જ્યાં એક બાજુ કડકડતીઠંડીએ વિદાઈ લીધી છે અને લોકો આકરી ગરમીને અનુભવી રહ્યા છે તેવામાં અમુક છુટા છવાયા વિસ્તાર માં કમોસમી વરસાદ પણ જોવા મળી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી વાતાવરણ માં ઘણો મોટો ફેર ફાર જોવા મળી રહ્યો છે. જેના કારણે કમોસમી વરસાદ અને ખાસ તો ચક્રવાત નો સંકટ દેશ પર જોવા મળી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ થોડા સમય પહેલા જ દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલા ચક્રવાત ના કારણે ભારે નુકશાની નો સામનો કરવો પડ્યો હતો.
તેવામાં ફરી એક વખત હવામાન વિભાગે કરેલી આગાહીના કારણે લોકોમાં ભય નો માહોલ છે કારણ કે ચક્રવાત ને લઈને ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે. તો ચાલો આપણે આ આગાહી વિશે વધુ જાણીએ. મળતી માહિતી અનુસાર દક્ષિણ અને પશ્ચિમ હિન્દ મહાસાગર માં ઉદભવેલ ઓછા દબાણ વાળું એક ક્ષેત્ર વાવાઝોડામાં પરિણામે તેવી સંભાવના છે. જે વાવાઝોડું બાંગ્લાદેશ અને ઉતરમાં મ્યામાં તરફ જઈ શકે છે.
આ વાવાઝોડા ને લઈને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે ના નાના દબાણ નું ક્ષેત્ર પૂર્વ ઉતર તરફ અને તે બાદ શનિવાર સુધીમાં સંપૂર્ણ એલપીએ બનવાની સંભવના છે. કેજે અંદમાન નિકોબાર ટાપુઓ સુધી પહોચતા ઓછા દબાણ ક્ષેત્રમા ફેરવાશે. જે બાદ આ દબાણ ૨૧ માર્ચ સુધીમાં તીવ્ર બનશે જે ૨૨ માર્ચ પછી ઉતર અને ઉતર પશ્ચિમ તરફ વધી શકે છે. આ દબાણ જે વાવાઝોડામાં રૂપાંતર પામશે તેને શ્રીલંકાએ “ આસની “ એવું નામ આપવામાં આવ્યું છે.
આ ચક્રવાત ૨૩ માર્ચ સુધીમાં આગળ વધીને ઉતર અને ઉતર પૂર્વ તથા બાંગ્લાદેશ અને ઉતર મ્યાનમાર ના દરિયાકાંઠે આગળ વધી શકે છે. હવાના આ દબાણ ને કારણે દક્ષિણ આંદમાન નિકોબાર ની સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. માટે જ હવામાન વિભાગ દ્વારા માછીમારો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર માછીમારોએ બુધવારે દક્ષિણ બંગાળની ખાડી ઉપરાંત વિશુવવૃતીય હિન્દ મહાસાગર પાસે આવેલા મધ્ય ભાગોમાં અને ગુરુવારે તથા શુક્રવારે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી તથા આંદમાન નિકોબાર ના કિનારા ના વિસ્તરે ન જવા અંગે માહિતી આપી છે.
