Gujarat

અમદાવાદની યુવતિ પ્રેમી સાથે આબુ ભાગી અને 9 દિવસ મા ઘરે પરત ફરી ! પોસીલ સ્ટેશન મા ફરિયાદ નોંધાવી કે પ્રેમી…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં પ્રેમના નામે સમાજમાં અનેક ખોટા બનાવો બને છે કે જ્યાં પ્રેમના નામે હત્યા કે આત્મ હત્યા જેવા ગંભીર બનાવો તો બનેજ છે સાથો સાથ અમુક લોકો પ્રેમને ભાવાત્મક કરતા શારીરિક બાબત વધુ માને છે અમુક લોકો માટે પ્રેમ શરીર થી શરુ થઈને શરીર ઉપર જ આવીને ખત્મ થઇ જાય છે જોકે પ્રેમમાં પાગલ વ્યક્તિ ને સાચા અને ખોટાની ભાન રહેતો નથી પોતાના પ્રેમી કે પ્રેમિકાનો સાથ મેળવવા તે કઈ પણ કરી છુટે છે અને જન્મ આપનાર અને સાચવનાર માતા પિતા સાથે પણ વેર બાંધી બેસે છે અને ઘણી વખત પછતાઈ પણ છે.

આપણે અહી આવીજ એક ઘટના વિશે વાત કરવાની છે કે જ્યાં પ્રેમી સાથે ભાગેલી યુવતી માત્ર ૯ દિવસ માં પોતાના ઘરે આવી ગઈ અને પ્રેમી વિરુધ ગંભીર આરોપ લગાવીને ફરિયાદ પણ નોંધાવી તો ચાલો આ ઘટના વિશે વધુ માહિતી મેળવી. આ ઘટના અમદાવાદ ના અમરાઈવાડી ની છે કે જ્યાં બે બાલીગ યુવાક અને યુવતી કે જેમની ઉમર ૧૮ વર્ષ કરતા વધુ છે તેઓ પોતાના પ્રેમ સંબંધ ને લઈને ઘરે થી ભાગી ગયા હતા.

જો વાત આ યુવક અને યુવતી અંગે કરીએ તો યુવતી 21 વર્ષની છે અને નર્સિંગમાં અભ્યાસ કરે છે આ યુવતી પોતાની સાથે જ અભ્યાસ કરતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો જોકે આ પ્રેમીની ઉમર 21 વર્ષ થી થોડી ઓછી હતી માટે તે કાયદાકીય રીતે લગ્ન કરી શકવા યોગ્ય ના હતો જેથી આ પ્રેમી અને પ્રેમિકા ઘરેથી માઉન્ટ આબુ ભાગી ગયા હતા. જે બાદ તેમણે પોતાના સંબંધ ને લઈને મીરઝાપુરની અદાલત માં એક મૈત્રી કરાર પણ કર્યો હતો. અને બંને સાથે રહેવા લાગ્યા.

જોકે શરૂઆત માં તેમની વચ્ચે બધું સારું ચાલ્યું જે બાદ થોડા જ સમયમાં યુવતી ને પ્રેમીનો ડરવનો ચેહરો જોવા મળ્યો સાથે રહેવા પછી યુવતી ને માલુમ પડ્યું કે પ્રેમીને દારૂ પીવાની આદત છે અને તે નશાની હાલતમાં યુવતી પર અત્યાચાર કરવા લાગ્યો અને તેને હેરાન કરવા લાગ્યો ઉપરાંત યુવકે પોતાને છોડીને જવા પર પ્રેમિકાના પરિવાર ને મારવાની પણ ધમકી આપી હતી.

તેવામાં ફરી એક વખત નાની બાબત ને લઈને પ્રેમીએ પ્રેમિકા સાથે ઝઘડો શરુ કર્યો અને ગાળો આપવા લાગ્યો ગાળો બોલવાની ના કહેતા પ્રેમી વધુ ગુસ્સે થયો અને પ્રેમિકાને માર પણ માર્યો જોકે આ સમયે યુવતીના સગા કેજે આસપાસ માં રહેતા હતા તેમને જાણ થઇ અને તેઓ દોડી ગયા અને યુવતી ને બચાવી જે બાદ પ્રેમીએ યુવતી ને મૈત્રી કરાર રદ્દ કરી ઘરમાંથી ચાલ્યા જવા કહ્યું ઉપરાંત યુવતીને બદનામ કરવાના ઈરાદે પોતાનો અને યુવતીનો અંગત વીડિઓ પણ ત્યાં આવેલા લોકો ને બતાવ્યો ઉપરાંત વીડિઓ વાયરલ કરવા અંગે પણ ધમકી આપી યુવકના આવા કાર્યથી યુવતી ડરી ગઈ અને પોતાનો સમાન લઈને માત્ર ૯ દિવસ માં પોતાના ઘરે પરત આવી ગઈ અને પોલીસ ને ફરિયાદ પણ કરી જેથી યુવક વીડિઓ વાયરલ ના કરે હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!