Gujarat

કયાંક ડ્રેનેજ લાઈન માથી લાખો રુપીયા નીકળ્યાં તો કયાંક ચાંદીના વાસણો ! રેડ મા આટલી સંપતિ મળી કે ABC ના અધિકારો પણ ચોકી ગયા

બેંગલુરુ મા ગઈ 24 નવેમ્બર ના રોજ ACB દ્વરા એક મોટી રેડ કરવામા આવી. આ રેડ નો અંદાજો તે વાર પર થી જ લગાડી શકાય કે આ રેડ મા કુલ 8 એસ.પી અને 100 અધીકારી ઉપરાંત 300 અન્ય કર્મચારીઓ હતા. આ રેડ રાજ્ય ના 15 જેટલા અધીકારો પર કરવામા આવી હતી જેમા ACB ના હાથે એવી જગ્યાઓ થી નાણું હાથે લાગ્યુ છે કે ACB ના અધીકારી ઓ પણ ચોકી ગયા હતા.

એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કુલ 68 જગ્યાઓ પર રેડ કરવામા આવી હતી જેમા કલાબુર્ગીમાં જુનિયર એન્જિનિયર ના ઘરે રેડ કરવામા આવી તો તેમને ત્યા ડ્રેનેજ પાઈપ માથી 13 લાખ રુપિયા જેટલી રકમ નીકળી હતી જયારે જયારે છત મા તપાસ કરાતા 15 લાખ રુપીયા તેમાની પણ મળ્યા હતા જેમા કુલ 55 લાખ રુપીયા જપ્ત કરવામા આવ્યા હતા.

ACB જ્યારે એક અન્ય અધીકારી શાંતા ગોડા ને ત્યા પહોંચી તો તેને ખબર પડી ગઈ કે રેડ પડી છે જેથી 15 મીનીટ સુધી દરવાજો નહોતો ખોલ્યો અને તપાસ કરાતા માલુમ પડયું હત કે તે વોશ બેનીશ મા રુપીયા સંતાડી રહયો હતો. આ ઉપરાંત તેની પાસે થી 35 એકર જમીન માલિક ના દસ્તાવેજ પણ મળ્યા હતા.

એસીબીની ટીમને સાકલા વિભાગના એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા એલસી નાગરાજના ઘરેથી સાડીઓમાં લપેટી નોટોના બંડલ મળ્યા હતા. એસીબીને બેલગાવીમાં ગ્રુપ સીના કર્મચારી નટજી હીરાજી પાટીલના ઘરેથી મોટી સંખ્યામાં ડોલર મળ્યા હતા. જયારે અન્ય એક રૂદ્રેશપ્પાના ગડગના ઘરેથી 3.5 કરોડના સોનાના ઘરેણા મળી આવ્યા હતા. 15 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. તે જ સમયે, ગોકાકના વરિષ્ઠ મોટર નિરીક્ષક સદાશિવ માર્લિંગનાવરના ઘરેથી 1.135 કિલો સોનું અને 822172 રૂપિયા રોકડા મળી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!