India

કાર પુલ પરથી નદી મા ખાબકતા ભાજપના ધારાસભ્ય ના પુત્ર સહીત 7 વિદ્યાર્થી ના કમકમાટી ભર્યા મોત નીપજ્યા

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે નવા વર્ષે પણ અકસ્માત ના બનાવો પોતાના જુના રેકોર્ડ તોડી રહ્યા હોઈ તેવું લાગે છે. છેલ્લું વર્ષ અકસ્માત ને લઈને ઘણું ગંભીર સાબિત થયું હતું તેવામાં આ નવા વર્ષે પણ અકસ્માત ની ઘટનાઓ બન્યા જ કરે છે. આપણને લગભગ દરરોજ આવા અકસ્માતો ના એકાદ બનાવ અંગે માહિતી મળતી જ રહે છે. અકસ્માત ના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે, તો ઘણા લોકોને પોતાના જીવ પણ ગુમાવવા પડે છે. પરંતુ આપણા ઘણા એવા અકસ્માત અંગે પણ માહિતી મેળવતા હોઈએ છીએ કે જ્યાં વાહન ચાલકની પોતાની ભૂલના કારણે તેમને અકસ્માતનો સામનો કરવો પડે છે. અને આવા અકસ્માત માં ઘણી વખત વાહન ચાલકને મોતનો પણ સામનો કરવો પડે છે.

હાલમાં આવો જ દુઃખદ અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં એક ગાડી અનિયંત્રિત થઇ ને પુલથી નીચે પડી ગઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં ગાડીમાં સવાર 7 લોકો ના મૃત્યુ થયું હતું. આ અકસ્માતની વિગતો આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત મહારાષ્ટ્રના વર્ધામાં સર્જાયો હતો. અહીં એક ગાડી પુલ પર જઈ રહી હતી તેવામાં ગાડીના ચાલકે ગાડી પરથી પોતાનો કાબુ ગુમાવ્યો જેના કારણે ગાડી પુલથી નીચે પડી ગઈ જેના કારણે ગાડીમાં સવાર સાત લોકો મૃત્યુ પામ્યા. જો વાત આ ગાડીમાં સવાર લોકો અંગે કરીએ તો જણાવી દઈએ કે આ તમામ લોકો મેડિકલ ના વિધાર્થીઓ હતા.

જણાવી દઈએ કે આ અકસ્માત માં મૃત્યુ પામેલા સાત લોકો પૈકી એક વ્યક્તિ ભાજપ ના ધારાસભ્ય વિજય રહાંગદાલે નો પુત્ર પણ હતો કે જેનું નામ અવિષ્કાર રહાંગદાલે છે. ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. જણાવી દઈએ કે આ અકસ્માત ને લઈને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પણ એક ટ્વીટ દ્વારા શોક પ્રગટ કરવામાં આવ્યો છે. અને તમામ મૃતકના પરિવાર ને રૂપિયા 2 લાખની સહાય આપવાની વાત કરવામાં આવી હતી.

જો વાત આ અકસ્માત માં મૃત્યુ પામેલા લૂકો અંગે કરીએ તો તેમાં અવિષ્કાર રહાંગદાલે અને નીરજ ચૌહાણ ઉપરાંત નિતેશ સિંહ, વિવેક સિંહ સાથો સાથ પ્રત્યુષ સિંહ અને શુભમ જયસ્વાલ અને પવન શક્તિ નો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે આ તમામ લોકો હોસ્ટેલ માં રહેતા હતા અને મોડી રાત સુધી પરત ના ફરતા દરેક ના પરિવાર ના લોકોને આ બાબત અંગે માહિતી આપવામાં આવી જે બાદ માલુમ પડ્યું કે તમામ લોકો જન્મ દિવસની ઉજવણી માટે ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!