માનવતા નેવે મૂકાઈ ! અકસ્માત બાદ ભાગી ગયો વાહન ચાલાક અને યુવક તડપતો રહ્યો અને મૃત્યુ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.
પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વખત સામેના પક્ષકારની ભુલ ના કારણે અન્ય વાહન ચાલાક ને તેના માઠા પરિણામો ભોગવ્વા પડે છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે. અકસ્માત ના વધતાં બનાવો જોયા પછી કાળ લોકોને ભરખવા રસ્તે નીકળ્યો હોઈ તેવું લાગે છે.
તેવામાં હાલ આવો જ એક દુઃખદ અકસ્માત અંગે માહિતી મળી રહી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત માંડવીના ખેડપુર તાપી બ્રિજ ઉપર સર્જાયો છે કે જ્યાં એક અજાણ્યા વાહને એક સ્કૂટર સવાર ને ટક્કર મારી હતી. જો કે અકસ્માત બાદ વાહન ચાલાક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અને અકસ્માત ગ્રસ્ત યુવક તડપતો રહ્યો હતો.
જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિ વિશે કરીએ તો તેનું નામ દિવ્યેશ છે જણાવી દઈએ કે દિવ્યેશ વરજાખન પાસેના ગેસ પમ્પમા કામ કરતો હતો એક દિવસ શુક્રવારની રાત્રે 8:15 વાગ્યાના અરસામાં તે પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો.હતો જણાવી દઈએ કે દિવ્યેશ વરજાખન ગામના મોરા ફળિયાના રહેવાસી છે. બે ભાઈઓમાં દિવ્યેશ નાનો ભાઈ હતો. પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે. ઘટના અંગે માહિતી મળતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
