કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બે પુરુષ અને એક બાળકનું કમકમાટી ભર્યું મોત થયું, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓની…..
આજે સવારે જ એક યુવાનનું એસટી બસ સામેં ગંભીર અકસ્માત બનતા દુઃખદ નિધન થયેલું, ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરપણ આજેરોજ ખૂબ જ ગંભીર અકસ્માત બનેલ. આ ઘટનાને કારણે એક સાથે ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું.
આ દુઃખ ઘટનામાં મૃતકમાં બે પુરુષ અને એક બાળકનો જીવ ગયો. જાણવા મળ્યું હતું કે, એક્સપ્રેસ હાઇવે પેટ્રોલીંગની ટીમ અને હાઇવે એમ્બીયુલન્સ ઘટના સ્થળે પહોંચીહતી.ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.અમદાવાદ તરફ નડીયાદથી 12 કિલોમીટર દૂર વણસોલ ગામની સીમ પાસે આ ગમખ્વાર સર્જાયો હતો. જેમાં ટ્રકન પાછળ કાર ઘૂસી જતાં આ ગમખ્વાર અક્સ્માત થયો હતો. કારમાં છ લોકો સવાર હતા.
જેમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયેલ તેમજ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જાણવા મળ્યું છે કે આ તમામ લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. આપણે પ્રાર્થના કરીએ એ એ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય તેમજ મૃતક જનોના પરિવારને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમજ મૃત વ્યક્તિઓની દિવ્ય આત્માને શાંતિ મળે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.