સરકારી શાળાની મહિલા આચાર્યે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા લખ્યુ કે ” હું મારી મરજીથી…
હાલ ના સમય મા આપઘાત ના બનાવો સતત બની રહ્યા છે રાજ્ય મા રોજ ક્યાંક ને ક્યાંક આપઘાતના બનાવો બની રહ્યા છે ત્યારે વધુ એક આપઘાત નો બનાવ ગાંધીનગરના કોબાની પાર્શ્વનાથ સોસાયટી મા બન્યો હતો જેમા એક મહીલા આચાર્ય એ સાડી વડે ગળાફાંસો ખાઈ ને પોતાનુ જીવન ટુકાવયુ હતુ જ્યારે આ ઘટના ચાર દીવસ અગાવ બની હશે તેવું માનવામા આવી રહ્યુ છે
ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો મોરબીનાં હળવદ તાલુકાનાં મેરુપરા ગામની RMSA સરકારી માધ્યમિક શાળાની મહિલા આચાર્યે 40 વર્ષીય આશાબેન કાળુભાઈ વાઢેર મૂળ હળવદનાં વતની હતા. તેવો ગાંધીનગરમાં કોબાની પાર્શ્વનાથ સોસાયટીમાં મકાન ભાડે રાખીને એકલા રહેતા હતા જયારે ગત તા. 30 મી ઓગસ્ટના રોજ આશાબેન નોકરીએ ગયા હતા. જે પછીથી ફરજ પર પરત ફર્યા ન હતા. આ તરફ 30 મી ઓગસ્ટથી આશાબેન સાથે સંપર્ક નહીં થતાં વતનમાં રહેતાં પરિવારે હળવદ પોલીસ મથકમાં ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે આ અંગે પાર્શ્વનાથ સોસાયટી ના ઘર માથી સખત દુર્ગંધ આવતા આડીશ પાડોશે પોલીસ ને જાણ કરી હતી જ્યારે આ ઘર નો દરવાજો ખુલ્લો હતો જ્યારે દરવાજા ની જાળી ખુલ્લી હોવાથી પોલીસે આ જાળીખોલીને ઘરમાં પ્રવેશી હતી જ્યારે રુમ ની અંદર જોતા એક ગળાફાંસો ખાધેલા હાલત મા વિકૃત અને કોસવાઈ ગયેલી લાશ જોવા મળી હતી. જે આશાબેન ની હોવાનું જણાતા તેમના પરિવાર ને જાણ કરવા મા આવી હતી.
ઘટના અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે આશાબેને પ્રેમ લગ્ન કર્યા હતા જ્યારે પતિ સાથે મનમેળ ના બેસતા પાંચ વર્ષ અગાવ છુટાછેડા લઈ લીધા હતા ત્યાર બાદ તેવો એકલવાયું જીવન જોવતા હતા જ્યારે આપઘાત કરતા પહેલા આશાબેને લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે હું મારી મરજીથી આપઘાત કરી રહ્યું છું. જેનાં માટે કોઈ જવાબદાર નથી.
