એસિડ અટેક નો ભોગ બનેલી દિકરીની રડાવી દે તેવી કહાની ! છ વર્ષે દુનીયા જોઈ અને હવે….
આજના સમયમાં જ્યારે દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને દેશનું ગૌરવ વધારી રહી છે, છતાંય હજું આપણા દેશમાં મહિલાઓ સુરક્ષિત નથી કારણ કે ભૂતકાળમાં અને વર્તમાન ની બનેલ ઘટના ઓ પર નજર કરીએ ત્યારે આપણને સમજાય કે, આપણા દેશમાં દીકરીઓ સાથે એવી અનેક ઘટના બની જે દેશને શરમનક પરિસ્થિતિમાં મૂકી દે! નિર્ભયા અને લક્ષ્મી જેવી અનેક દીકરીઓ એ પોતાનો જીવ ગુમાવ્યો છે.આજે આપણે એક એવી જ દીકરી વિશે વાત કરવાની જે એસિડ અટેક નો ભોગ બની એની કહાની જાણશો તો તમારી આંખમાં આંસુઓ આવી જશે.
આપણે દિલ્હી ની લક્ષ્મી અગ્રવાત ની કહાની છપાક ફિલ્મ જોઈને આપણે અનુભવી છે કે, કંઈ રીતે તેની સાથે આ ઘટના ઘટી હતી! આજે અમે આપને એક એવી જ દીકરી ની વાત કરવાની છે જે એસિડ અટેક નો ભોગ બનતા તેને છ વર્ષે દુનીયા જોઈ અને હવે જે બન્યું છે, તે જાણીને તમને આશ્ચય અને તમારી આંખમાં આંસુઓ આવી જશે.હાલમાં જ આ દીકરી ની કહાનો દિવ્યભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળી છે. આ ઘટના સાંભળીને તમારી આંખ માંથી આંસુ વહી જશે અને તમને અંદર થી લાગણી આપમેળે બંધાઈ જશે.
હાલમાં જ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, મહેસાણાની કાજલ મહેન્દ્રભાઇ પ્રજાપતિ (23)નો ચહેરો આ દુનિયામ સમક્ષ આવ્યો છે. ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે, આજથી પોણા 6 વર્ષ પૂર્વે એકતરફી આકર્ષણમાં એક યુવકે કોલેજની બહાર એસિડ ફેંકી તેણીનો ચહેરો બગાડી નાખ્યો હતો. આવી ઘટના ને લીધે આ યુવતીનું જીવન બરબાદ થઈ ગયું અને આ ઘટના બાદ તેમના પરિવાર પોતાની દીકરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો. અત્યાર સુધી ચહેરા અને આંખની નાની-મોટી 27 જેટલી સર્જરી થઇ ચૂકી છે. 6 મહિના પહેલાં ઓપરેશન બાદ તેની ડાબી આંખ થોડી ખુલવા લાગી છે.
આ જ કારણે તે હવે વાંચી અને લખી શકે છે. તેનો ચહેરો ખરાબ થઈ ગયો છે પણ તેનું જીવન અને તેનો આત્મવિશ્વાસ આજે પણ પહેલા જેવી છે અને આ યુવતી પોતાની હિંમત નથી હારી. આ ઘટના બાદ પણ તેને ફરીનાગલપુર કોલેજમાં કોમર્સમાં ફરી પ્રવેશ અભ્યાસ શરૂ કર્યો છે. આ યુવતીનું સપનું પોલીસ ઓફિસર બનવાની હતી. પરંતુ આ સ્થિતિમાં હવે પોલીસ તો નહીં બની શકું પણ બીજી છોકરીઓનું રક્ષણ કરી શકું તેવા અધિકારી બનવાની છે.કાજલ મહેસાણાને અડીને આવેલા રામોસણા ગામમાં રહે છે.આ યુવતીનાં પિતા રિક્ષા ચલાવે છે અને માતા ઘરકામ બાદ મજૂરી કરી પરિવારને મદદરૂપ બને છે.
દીકરીની સારવાર પાછળ અત્યાર સુધીમાં રૂ.15 થી 17 લાખનો ખર્ચ થઇ ચૂક્યો છે. આ ઘટના વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તો આ ઘટના બની હતી વડનગરમાં1 લી ફેબ્રુઆરી 2016ના દિવસે વડનગરના શેખપુરના હાર્દિક પ્રજાપતિ નામના એક યુવકે એકતરફી આકર્ષણમાં મહેસાણાની નાગલપુર કોલેજની બહાર આવી રહેલી કાજલના ચહેરા ઉપર તું મારી નહીં તો કોઈની નહીં થવા દઉં તેમ કહી એસિડ ફેંક્યો હતો.જેમાં તેણીનો આખો ચહેરો બળી ગયો હતો. બાદમાં એસિડ એટેક કરનાર યુવકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. તે સમયે સરકાર તરફથી થોડી સહાય મળી હતી. જે-તે સમયે સરકારી નોકરી આપવાનું કહ્યું હતું અને બસ આજ કારણે હવે તેમની દીકરી ને સરકારી નોકરી આપે તો તે પોતાની આપમેળે ઉભી રહી શકે જેથી કોઈના સામે હાથ લંબાવવો ન પડે.