દીકરાને ACP તરીકે બઢતી મળી એ જ દિવસે પિતાની પાવડાનાં ઘા મારીને ચારલોકોએ હત્યા કરી નાખી…
આપણા ગુજરાતીમાં કહેવત છે કે, ધાર્યું ધણીનું થાય! કુદરત ક્યારે શું કરે એ સમજાતું નથી. હાલમાં જ એક એવી ઘટના ઘટી છે જેની અસર રાજકોટમાં પણ વર્તાય છે. કહેવાય છે કે કયારેક એક પળમાં ભગવાન ખુશીઓ આપે અને બીજા પળમાં દુઃખ પણ અને આવો વિકટ સમય અને સંજોગ સર્જાયા છે, રાજકોયના નવનિયુક્ત એસીપી રાજેશ બારીયા સાથે. ખરેખર ખૂબ જ કરુણ ઘટના બની છે.જ્યારે પૂર્ણ વાત જાણશો તો તમે પણ ચોકી જશો.
વાત જાણે એમ છે કે, રાજકોટના નવનિયુક્ત ACPના પિતાની હત્યા કરાઈ છે. એસીપી રાજેશબારીયાની પ્રમોશન સાથે રાજકોટમાં નિયુક્તી થઈ છે. આ અગાઉ રાજેશ વડોદરામાં PI તરીકેની ફરજ બજાવતા હતા. એસીપી તરીકે બદલીના એક દિવસ પહેલા જ એવો બનાવ બન્યો કે તેમન જીવમમાં આભ તૂટી પડ્યું. રૂપિયાની લેતી-દેતી મામલે ચાર વ્યક્તિઓ એ તેમના પિતાની પાવડાના ઘા મારીને હત્યા કરી.
આરોપીઓએ મોતને અકસ્માતમાં ફેરવવા માટે પુલ પરથી એકટીવા ફેંક્યું હતું પરતું બનાવ એવો બન્યો કે પોલીસ તપાસ કરતા તમામ આરોપીની ઘરપકડ કરવામાં આવી.
ખરેખર એક પિતા માટે ગૌરવની વાત કહેવાય કે તેમના પુત્રને બઢતી મળી પરતું પુત્ર માટે આ ખુશીઓ માતમા ફરવાઇ ગઈ હતી અને ખરેખર આ એક જ દુઃખ ઘટના ઘટી હતી જેના થી તેમના પરિવારમાં શોકયમય વાતાવરણમાં છવાઈ ગયું હતું.