અકસ્માત માં બે ભાઈઓ ના એક સાથે કરુણ મોત નીપજયા ! જુવાન દીકરાઓ ને ગુમાવતા માતા પિતા …
હાલ વાહન વ્યવહાર નું પ્રમાણ વધી જતા લોકોને શું ઉતાવળ થઇ ગઈ છે તે નક્કી નથી કહેવાતું, પરંતુ એ ઉતાવળ કોઈક ની માટે જાન લેવા બને છે, એ કોઈ વિચારતું નથી. તેવીજ એક કરુણ ઘટનાની વાત કરીએ તો.મૂળ ઉતરપ્રદેશ ના વતની અને વર્ષોથી અમદાવાદના ઓઢવ સ્થાઈ થયેલા પાંડે પરિવાર ના બે જુવાન દીકરા બે સગ્ગા ભાઈઓ નામે સાહિલ ઓમપ્રકાશ પાંડે (ઉ.વ.૨૨) અને શિવમ ઓમપ્રકાશ પાંડે (ઉ.વ.૨૪) દિવાળી ના દિવસે પોતાનું એકટીવા વાહન લઈને ખેડા જીલ્લાના તીર્થધામ વડતાલમાં દર્શનાથે આવ્યા હતા. તે બંને ભાઈઓને શું ખબર કે તે ભગવાન ના દર્શન કરી ભગવાન ના શરણ માં જતા રહેશે.
ઘટનાની વાત કરીએ તો આ બંને ભાઈઓ વડતાલ માં દર્શન કરી પરત ફરતા હતા, તે સમયે અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે પર નડિયાદના પીજ ચોકડી પાસે આ બંને ભાઈઓને કાળ ભરખી ગયો. ઘટનાની મળતી ,માહિતી અનુસાર આ બંને ભાઈઓ એ પોતાનું એકટીવા વાહન લઈને પરત ફરતા હતા, ત્યાં અચાનક એક અજાણ્યા વાહન એ આ બંને ભાઈઓ ને એકટીવા ને ટક્કર મારી, ટક્કર લાગતા ની સાથે એકટીવા ચાલક નું બેલેન્સ બગડ્યું અને તે સીધો રોડ પર પટકાયો અને પાછળ બેઠેલ અન્ય એક ઉછળી સીધો બ્રીજ નીચે પટકાયો હતો. આથી ઘટના સ્થળે જ સાહિલ અને શિવમ બંનેનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટના ની જાણ થતા ની સાથે જ આ બંને ભાઈઓ ના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બનાવ સંદર્ભે વસો પોલીસ ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત ના બનાવ એ લઈને પાંડે પરિવાર માં તહેવાર નું વાતાવરણ શોકમય વાતાવરણ માં ફેરવાઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત આખરે થયો કેવી રીતે અને સાહિલ પાંડે ૨૫ ફૂટ ઊંચા બ્રીજ પરથી નીચે કેવી રીતે પટકાયો, તે અંગે કોઈની પાસે કઈ જ જાણકારી નથી, ઘટના સ્થળે પોલીસ પહોંચી અકસ્માત જોનાર પાસેથી ઘટના ની માહિતી ની તપાસ ધરી છે, અને બ્રીજ પર સીસીટીવી છે કે નહિ તેની તપાસ કરી રહી છે. એક માતા-પિતાએ પોતાના બે જુવાન જોધ દીકરાને ગુમાવતા તહેવાર માતમમાં ફેરવાયો છે..