ગજબનો સંજોગ ! અકસ્માતમા મોત ને ભેટેલા પદયાત્રીઓની પત્રિકા મા મોત અંગે એવી વાત લખેલી હતી કે જે સાંચી પડી…જુઓ શુ છે
ગુજરાત મા ગઈ કાલે એક ખુબ જ કરુણ ઘટના સામે આવી હતી જેમા એક અંબાજી મંદીરે પદયાત્રા કરી જતા હતા ત્યારે અરવલ્લીના માલપુરના કૃષ્ણાનગર પાસે અકસ્માતની આ ગોઝારી ઘટના બની હતી જેમા એક ઈનોવા કાર ચાલકે અડફેટે લેતા એક સાથે 7 લોકો ના કરુણ મોત નીપજ્યાં હતા. આ ઘટના મા એવો પણ ખુલાસો થયો હતો કે ઈનોવા કાર ચાલક છેલ્લા 22 કલાંક થી ડ્રાઇવીંગ કરી રહ્યા હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
જ્યારે આ ઘટના ને લઈ ને હાલ એ પત્રિકા વાયરલ થઈ રહી છે. આ ઘટના મા મૃતકોમાં કાલોલ તાલુકાના અલાલી ગામના બે યુવકો સામેલ છે. આ બન્ને યુવકો અપરણીત હતા અને જ્યારે નાના એવા ગામ મા બન્ને યુવકોની અંતિમ યાત્રા નીકળી ત્યારે આખા ગામ મા માતમ છવાયો હતો. આ ઘટના બની એ પહેલા પદયાત્રીઓ એ એક પત્રિકા છંપાવી હતી જેમા લખેલા શબ્દો સાચા પડતા હાલ એ પત્રિકા સોસીયલ મીડીઆ પર ખુબ વાયરલ થઇ રહી છે.
પદયાત્રા પહેલા છપાયેલી પત્રિકામાં લખ્યું હતું કે, “એટલી સુંદર યાત્રા કરો કે જિંદગીનો અંત મૃત્યુ જ હોય, તો ખૂદ માતાજીને પણ શરમ લાગે કે એની સોનેરી જિંદગી કેમ છીનવી લીધી.” આ સંઘ ની વાત કરવા મા આવે તો છેલ્લા દસ વર્ષ થી તેવો પદયાત્રા એ જતે હતા જ્યારે આ પત્રિકા આ પદયાત્રીઓ ના સભ્ય પ્રકાશ નામના યુવકે છંપાવી હતી તેવી વિગતો સામે આવી હતી.
મૃતકોના નામની વાત કરવામાં આવે તો, કલોલના જાદવ રમણભાઇ, રાઠોડ પ્રકાશભાઇ, લીમખેડાના દાહોદ બીલવાડ સંજયકુમાર, બારીયા અપશીંગભાઇ તથા મેઘરજના અરવલ્લીના બામણીયા સુરેશભાઇ અને ઝાલોદના અડ વિક્રમભાઇ રૂપાભાઇનો સમાવેશ થાય છે.
આ અકસ્માત મા જો કાર ચાલક ની વાત કરવા મા આવે તો તે વ્યક્તિ પુણેથી ઉદેપુર તરફ જઇ રહ્યો હતો. ઇનોવા કાર ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જતી કાર ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક વધી શક્યો હોત.