Gujarat

બે બે પત્ની ધરાવતો નામચીન ડોન દેવા ની હત્યા કરી દેવામા આવી ! જાણો કોણ હતો દેવો અને ગનાહીત ઈતીહાસ…

કહેવાય છે ને કે, સમય આવતા દરેક વ્યક્તિમાં પાપનો ઘડો છલકાય છે. તમે જીવનમાં ગમે તે સદ્દકાર્યો કરો તો એનું ફળ તમને જે રિતે યોગ્ય સમયે મળે છે, બસ એવી જ રીતે તમે જે ખરાબ કામ કરો છો તેનું પરિણામ પણ તમારે આ જ ભવમાં ભોગવવું પડે છે. આજે અમે આપને એક એવા વ્યક્તિની વાત જણાવીશું જેને પોતાના જીવનકાળમાં અનેક ગુન્હાઓ કર્યા જેના લીધે આખરે બન્યું એવું કે, એનું મુત્યુ પણ બીજાના હાથ દ્વારા જ થઇ. ચાલો અમે આપને જણાવીએ આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, બે બે પત્ની ધરાવતો નામચીન ડોન દેવા ની હત્યા કરી દેવામા આવી. રાજસ્થાનનાં કોટા શહેરનો કુખ્યાત ગુંડો અને હિસ્ટ્રીશીટર દેવા સલૂન અને તેના સાથીઓ પર 15થી 20 લોકોએ  લોખંડના પાઈપ, ડંડા અને અન્ય હથિયારોથી હુમલો કર્યો અને તે બેહોશ ન થયો ત્યાં સુધી માર્યો અને 3 થી 4 વાર ફાયર પણ કરવામાં આવ્યું હતું, આ ઘટના બાદ પોલીસ હોસ્પિટલ લઈને પહોંચી હતી.

કહેવાય છે ને કે જ્યારે મોત નજીક હોય ત્યારે કોઈ બચાવી શકતું નથી. સારવાર દરમિયાન તેનું નિધન થયું. શરીરમાં 3 ગોળીઓ લાગી છે હતી. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓ તરફથી કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી. કોટાના આ હત્યાકાંડ પછી મોડી રાત સુધી 2 થી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓ ફરાર છે.

સૌથી મહત્વની વાત તેમના અંગત જીવન વિશે જાણીએ તો દેવો જ્યાં પણ જતો ત્યારે તેમની પત્નીઓને સાથે લઈ જતો અને દેવાની બંને પત્નીઓ સંપીને રહેતી. દરેક વર્ષે એક સાથે કરવાચોથની ઉજવણી કરતી હતી. દેવાનાં મુત્યુનાં લીધે બંને નોંધારી થઈ ગઈ અને શોકમગ્ન બની ગઈ છે. તેમજ લોકોને મૃતદેહને ઉઠાવવા માટે પોલીસ સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરિવારનું કહેવું છે કે, જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં કરશે, ત્યાર સુધી તેઓ મૃતદેહ નહી ઉઠાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!