આજે સવારે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો ! દસ લોકો ના મોત જયારે….
રાજય મા અને દેશ મા સતત અકસ્માતો ના બનાવો બની રહ્યા છે ત્યારે વધુ એક ભયંકર અક્સમાતની ઘટના આજે વહેલી સવારે બની હતી જેમા ટ્રક અને બસ બચ્ચે અકસ્માત થયો હતો જેમા અંદાજીત 10 લોકો ના મૃત્યુ થયા ના સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માત એટલો ભયજનક હતો કે હજી સુધી લોકો બસ મા ફસાયેલા છે અને મૃત્યુ ની સંખ્યા પણ વધી શકે છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર ઝારખંડ ના પાકુડમા આ અકસ્માત ની ઘટના બની હતી વહેલી સવારે આ અકસ્માત સર્જયો હતો જેમાં દુમકા જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે લીડીપાડા અને અમરાપાડા રોડ પર આ અકસ્માત સર્જયો હતો જેમા 10 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. બસ કુલ 40 લોકો સવાર હતા જેમાથી 25 લોકો ને ગભીંર ઈજાઓ પહોંચી હતી.
આ ઘટના એટલી ભયાનક હતી કે બસ માથી ઘણા લોકો ઉડીને બાર આવી ગયા હતા જયારે બસનો આગળનો ભાગ આખો દબાઈ ગયો હતો જેના કારણે ઘણા લોકો બસ ની અંદરજ ફસાયા જે જેને બસ કાપી ને બહાર કાઢવામા આવી રહ્યા છે.જો બસ ના ડ્રાઈવર ની વાત કરવામા આવે તો બસ નો ડ્રાઈવર બચી ગયો છે જે બસ ની અંદરજ હાલ ફસાયેલો છે. સ્થાનીક લોકોના જણાવ્યા અનુસાર મોત ની સંખ્યા હજી વધી શકે છે.
ટ્રકની વાત કરવામા આવે તો ટ્રક મા ગેસ ના બાટલા હતા અને આ ઘટના બનતા ની સાથે જ પોલીસ તેમજ બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તો ને હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જયારે મૃતકો ની ઓળખ હજી સુધી થઈ નથી. પોલીસ ના જણાવ્યા અનુસાર આ અકસ્માત ની ઘટના સવારે પડતી જાકળ ના હિસાબે થય હોય.
