Entertainment

તુનિષા બાદ વધુ એક અભિનેત્રી ના મોત થી બોલીવુડ મા ખળભળાટ ! અભિનેત્રી ને જાહેર મા ધડાધડ ગોળી મારી…

હાલમાં જ ટીવી જગતમાં તુનિષા શર્માની આત્મહત્યાનો બનાવ બન્યો છે, ત્યારે વધુ એક દુઃખદાયી અને હૈયું કંપાવી દેનાર ઘટના સામે આવી છે. તુનિષાના દુઃખમાંથી ફિલ્મ અને ટીવ જગત બહાર નથી આવી શક્યું ત્યારે હવે ઝારખંડની અભિનેત્રી રિયા કુમારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે  રિયા કુમારી ઝારખંડની ‘ વાહ ચલચિત્ર’ની અભિનેત્રી અને એક લોકપ્રિય યુટ્યુબર પણ હતી પરંતુ તેની હત્યાના કારણે ટીવી જગતમાં ફરી સન્નાટો છવાઈ ગયો.

આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો આ બનાવ પશ્ચિમ બંગાળના હાઈવે પર બન્યો હતો. મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, રિયા કુમારી તેના પતિ પ્રકાશ કુમાર સાથે કારમાં રિયા કુમારીનો પરિવાર હાવડા થઈને કલકત્તા જઈ રહ્યો હતો, ત્યારે જ કેટલાક બદમાશોએ તેના પતિને લૂંટવાનું શરૂ કરી દીધુ હતું બદમાશોન રોકવા માટે રિયા વચ્ચે આવી, ત્યારે જ ગુનેગારોએ તેના પર ગોળીબાર કર્યો, જેના કારણે તેનું મોત થયું.

કારમાં તેમના પતિ પ્રકાશ કુમાર અને અઢી વર્ષની પુત્રી હતી.રિયાના પતિ પ્રકાશ કુમાર કાર ચલાવી રહ્યા હતા.  બુધવારે સવારે 6 વાગ્યાની આસપાસ, કેટલાક ગુનેગારોએ જ્યારે વાહન બગનના મહેશ ખેડા બ્રિજ પાસે રોક્યું ત્યારે તેને છીનવી લેવાનો પ્રયાસ કર્યો.  જ્યારે રિયાએ રોકવાનો પ્રયાસ કર્યો તો તેને ગોળી વાગી હતી.  ઘટના બાદ આસપાસમાં કોઈને ન દેખાતાં તેનો પતિ ડ્રાઈવિંગ કરતી વખતે રાજાપુર પોલીસ સ્ટેશન પીરતલ્લા પહોંચ્યો અને સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરી.  પોલીસે લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે.

રિયા કુમારીના પતિ પ્રકાશ કુમાર ફિલ્મ નિર્દેશક છે.  તેણે ઘણી શોર્ટ અને એડ ફિલ્મો બનાવી છે.  તેઓ ખાણોનો ધંધો પણ કરે છે.  આ ઘટના પર હાવડા ગ્રામીણ પોલીસ સ્વાતિએ કહ્યું- અમે અલગથી વેરિફિકેશન કરી રહ્યા છીએ.  આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!