રાજકારણ મા જોડાવા અંગે એડવોકેટ મેહુલ બોઘરાનુ મહત્વ નુ નિવેદન ! કીધુ કે હુ રાજકારણ મા….
હાલ ના સમય મા ગુજરાત મા સુરતના એડવોકેટ મેહૂલ બોઘરા ઘણા ચર્ચા નો વિષય બન્યા છે જેનું મુખ્ય કારણ છે તારીખ 18 ઓગસ્ટ ના દિવસે હપ્તા ખોરી નો પર્દાફાશ કરવા ગયેલા મેહુલ બોઘરા પર TRB જવાને જીવલેણ હુમલો કર્યો હતો અને આ સમગ્ર ઘટના ફેસબુક મા લાઇવ જોવા મળી હતી ત્યાર બાદ આ ઘટના ના પડઘા પુરા રાજ્ય મા પડ્યા હતા અને લોકો નો રોષ જોવા મળ્યો હતો.
એડવોકેટ મેહુલ બોઘરાના લાખો મા સમર્થક છે અને ફેસબુક અને instagram પર લાખો લોકો તેના વિડીઓ જુએ છે અને સપોર્ટ કરે છે ત્યારે હાલ લોકોના મન મા મેહૂલ બોઘરા માટે એક સવાલ છે કે તેવો રાજકારણ મા જોડાશે કે કેમ?? અને જોડાશે તો કઈ પાર્ટી ને સપોર્ટ કરશે ?? ત્યારે આ અંગે watchgujarat.com સાથે મેહૂલ બોઘરા એ વાત કરતા જણાવ્યુ હતુ કે તેવો આગામી સમય મા શુ કરશે ??
આ અંગે મેહૂલ બોઘરા એ જણાવ્યુ હતુ કે “હું 100 ટકા રાજનીતિમાં આવીશ ,અને ચૂંટણી પણ લડીશ, “પણ કઈ પાર્ટી મા જોડાશે તે અંગે હાલ તેઓએ કોઈ ખુલાસો કર્યો ન હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ તો એક હુમલો થયો છે,પણ મારા સામે ગમે તેટલા હુમલા થાય ભ્રષ્ટ પોલીસ ,ટી આર બી , જવાનો સામેની મારી આ લડાઇ ચાલુ જ રહેશે.એવું નથી કે હું ફક્ત પોલીસને જ ટાર્ગેટ કરું છું.મારો વિરોધ એ દરેક અધિકારીઓ સામે છે જે સત્તા નો દૂર ઉપયોગ કરે છે. પરંતુ એડવોકેટ હોવાને કારણે કોર્ટ અને પોલસ વચ્ચે રહેવાથી મારા પાસે પોલીસની જ ફરિયાદ વધુ આવે છે.સાથેજ પોલીસ ની અંદરખાને અને સિસ્ટમ થી નારાજ અંદરના વ્યક્તિઓ પણ મને હંમેશા ઘણી વાતો કહેતા આવ્યા છે. અને બસ મે હંમેશા તેણે ઉજાગર કરવાની કોશિશ કરી છે.અને કરતો રહીશ.સિસ્ટમમાં કામ કરતા ઘણા સારા અધિકારીઓ પણ છે જે સારું કામ કરે છે.જેને હું સલામ કરું છું.”
એડવોકેટ મેહુલ બોઘરા ની વાત કરવા મા આવે તો તો તે, મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીપળી ગામના વતની છે અને હાલમાં તેઓ સુરતના યોગી ચોકમાં રહે છે. વકીલ મેહુલ ભાઈ બોઘરાએ બી.કોમ. કર્યા બાદ વડોદરામાંથી એલએલબી કરીને સુરતમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે પણ હાલમાં તેમણે છેલ્લા બે વર્ષથી પોલીસ અધિકારીઓથી લઈને સરકારી તંત્રમાં ચાલતી લાપરવાહી સામે બંડ પોકાર્યું છે અને અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ થતાં કાયદાના ભંગને સોશિયલ મીડિયામાં જાહેર કરવાનું કામ શરૂ કર્યું છે.