મમ્મી, પાણી ગરમ મૂક, આવીને નાહું છું’ કહીને ગયેલા અમદાવાદના કોન્સ્ટેબલ સાથે એવું બન્યું કે પોલીસબેડામાં શોક
રાજ્ય મા રોજ બરોજ અકસ્માત ની ઘટનાઓ બની રહી છે. ત્યારે જ થોડા દિવસ અગાવ ભાવનગરના ચાર પોલીસ કર્મીઓના એક સાથે અકસ્માત મા મોત થયા હતા. ત્યારે ફરી એક અકસ્માત ની ઘટના મા એક પોલીસ જવાન મૃત્યુ થતા અમદાવાદ ના પોલીસ બેડામા શોક નુ મોજુ ફરી વળ્યુ છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે રોહનસિંહ ઉદેસિંહ રાઠોડ ફરજ બજાવતા હતા. રોહનસિંહ ઘરે એવુ કહી ને નીકળ્યા હતા કે મમ્મી, ગરમ પાણી મૂક, આવીને નાહી લઉં છું’ ત્યારે બાદ મોહનસિંહ ના અક્સમાત મા મોત ના સમાચાર આવતા પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો.
ઘટના મા જાણવા મળ્યુ હતુ કે રોહનસિંહ ઘરે થી નરોડા નજીક આવેલા એસપી રીંગરોડ પર જઇ રહ્યા હતા. રીંગરોડ પર જવા માટે પહેલા તેવો રીક્ષામા જવાના હતા પરંતુ જાણે કાળ બોલાવતો હોય તેમ તેમણે મિત્ર નુ બુલેટ લીધુ અને રીંગરોડ પર જવા નીકળ્યા હતા ત્યા રસ્તા મા ઓવર સ્પીડ મા આવતા ડમ્પર ચાલકે તેને અડફેટે લીધા હતા. ડમ્પર ની સ્પીડ એટલી હતી કે ડમ્પર ચાલક ડમ્પર ને કાબુ કરી શક્યો નહોતો અને રોહનસિંહ પર ડમ્પર નુ ટાયર ફરી વળ્યુ હતુ. જેમા તેવો નુ ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતુ.
જો રોહનસિંહની વાત કરવામા આવે તો એક જાબાઝ પોલીસ તરીકે છવી ધરાવે છે. મૃત્યુ ના એક અઠવાડીયા પહેલા જ હોસ્પીટલ માથી ડીસ્ચાર્જ થયા હતા. તેવોને કમળો થતા મોત ને હાથતાળી આપી હતી અને અઠવાડીયા નો આરામ કરી ડ્યુટી પર હજાર થવાના હતા આ માટે તેવો રીપોર્ટ લેવા માટે હોસ્પીટલ જઈ રહ્યા હતા ત્યા રસ્તા મા જ તેવો ને કાળ આંબી ગયો હતો.
