અમદાવાદ: પતિના મૃત્યુ પછી પત્નીએ કરોડોની મિલકત હડપવા કર્યો મોટો ખેલ, મૃતકના ભાઈની ફરિયાદ
આજ સમયમાં લોકો માત્રને માત્ર સ્વાર્થના સંબંધ રાખે છે. હત્યાના બનાવો દિવસે ને દિવસે વધુ રહ્યા છે, જેમાં મોટાભાગના કેસમાં આરોપી નજીકનું વ્યક્તિ હોય છે. તેમજ નજીકની વ્યક્તિ દ્વારા છેતરપિંડી લાંબા બનાવો બનતા હોય છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, અમદાવાદના આંબલી વિસ્તારમાં રહેતી મહિલા પર આરોપ લાગ્યો છે. આ મહિલા એ પતિના મૃત્યુ પછી તેના હકની 30 કરોડ રૂપિયાની મિલકત મળી ગયા બાદ પણ સાસરિયાની કરોડોની મિલકત હડપવા માટે છેતરપિંડી કરી છે.
પોતાના સસરા જીવિત હોવા છતાં તેમને મૃત દર્શાવી તેમની મિલકતોની વારસાઈમાં નામ નોંધાવી દીધું હતું. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.તા.5 જૂન 2020ના રોજ તેમના ભાઈ ચિંતનનું હાર્ટ એટેકનું નિધન થયું હતું. તેના વિમાના રૂપિયા તેમની માતા ચંપાબેનના ખાતામાં જમા થઈ હતી.
જે ચિંતનની પત્ની બીના અને તેની બે પુત્રીઓને આપવાનું પરિવારજનોએ જાહેર કર્યું હતું. લાલચ માણસને કંઈ પણ કરાવે છે. ચિંતનના મૃત્યુને 15 દિવસ પણ નહોંતા થયા ત્યાં બીનાના પિતા હિંમતભાઈ અને તેનો ભાઈ મિતેષ તેમના ઘરે આવ્યા હતા અને ચિંતનના હકની મિલકતોની માગણી કરી હતી.
મૃતક ચિંતનના પરિવારજનોને તેના હકની 30 કરોડ રૂપિયાની મિલકત બે મહિનામાં બીનાના નામે કરી દીધી હતી. ત્યારબાદ 5 સપ્ટેમ્બર, 2020એ તે પાલડીમાં આવેલા તેના પિતાના ઘરે રહેવા જતી રહી હતી. થોડા દિવસ પછી મૃતક ચિંતનના મોટાભાઈ અમરીશ પટેલ તેમના પિતા જગદીશભાઈની મિલકતોના દસ્તાવેજો તપાસી રહ્યા હતા, ત્યારે ચોંકાવનારી વાત સામે આવી હતી.
અમરીશભાઈને જાણવા મળ્યું હતું કે, તેમના પિતા જગદીશભાઈ જીવિત હોવા છતાં તેમને મિલકતોના દસ્તાવેજોમાં મૃતક દર્શાવાયા હતા અને બહેનનું નામ મિલકતમાં નહોંતું. મિલકતમાં નામ ઉમેરવાના સોગંધનામામાં સાક્ષી તરીકે મિતેષ હિંમતભાઈ પટેલ અને દશરથ અમરીયાના નામ હતા અને રમેશભાઈ મેશિયા નામના શખસે પણ તેમને મદદ કરી હતી. અન્ય મિલકતોમાં પણ નામ ઉમેરવા માટે બીના પટેલે અરજી કરી હોવાનું પણ તેમને જાણવા મળ્યું હતું.
એપ્રિલ 2021માં જગદીશભાઈનું નિધન થઈ ગયું હતું. તેમના નિધન પછી બીનાએ મહિલા આયોગમાં મિલકતોમાં હક લેવા માટે અરજી કરી હતી. જોકે, તેના હકની 30 કરોડ રૂપિયાની મિલકત આપી દીધી હોવાથી અમરીશ પટેલ અને પરિવારજનોએ બીજી મિલકતોમાં ભાગ આપવાનો ઈનકાર કર્યો હતો.