Entertainment

વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! અમદાવાદ મા 63 વર્ષ ના ડોસાએ 9 વર્ષ ની દિકરી ને લિફ્ટ મા…..

માણસની માનવતા એટલી નિમ્ન કક્ષાની થઈ ગઈ છે કે, આપણે કલ્પના પણ ન કરી શકીએ. જ્યારે વ્યક્તિમાં કામેચ્છા વધુ જાય છે, ત્યારે એ ન કરવાનું કરી બેસે છે. હાલમાં જ એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના અંગે અમે આપને વધુ જણાવીએ તો ધોળા દિવસે અમદાવાદમાં વૃદ્ધે બાળકી સાથે લિફ્ટમાં અડપલાં કર્યાં હતા. હાલમાં આ ઘટનાની CCTV ફૂટેજ વાયરલ થઈ રહી છે.

ખરેખર આ બનાવ ખૂબ જ શરમજનક છે. ચાલો આ ઘટના અંગે અમે આપને વધુ જાણીએ. મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 62 વર્ષીય વૃદ્ધે શરમજનક કૃત્ય કર્યું. વાત જાણે એમ છે કે, જ્યારે નવ વર્ષની બાળકી સ્કૂલેથી પરત ફરી લિફ્ટમાં ઘરે જઈ રહી હતી, તે સમયે એકલતાનો લાભ લઈને વૃદ્ધે અડપલાં કર્યા હતા. દીકરી આ ઘટના અંગે જાણ કરતા જ માતા-પિતાને જાણ કરતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે ફરિયાદ મળતા જ પોલીસે ભાનુપ્રતાપ રાણા નામના આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના અંગે જ્યારેતે બાળકીએ માતાને જાણ કરી હતી. ત્યાર બાદ બાળકીની માતાએ આ અંગે પરિવારને જાણ કરી લિફ્ટમાં લાગેલા CCTV ફૂટેજ ચેક દરેક હરકતો કેદ થઈ હતી. આ બનાવને પગેલે ભાનુપ્રતાપ રાણા નામના આરોપી સામે પોકસોની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને આ ઘટના ને પગલે આરોપીએ અગાઉ કોઈપણ બાળકી સાથે આ પ્રકારે દુષ્કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીના પુત્રના ઘરે પણ સંતાનો છે તેમજ પૂછપરછ કરતાં સામે આવ્યું કે તે હાલ નિવૃત્ત જીવન જીવે છે, અને M.Com સુધીનો અભ્યાસ કર્યો છે. તેમજ ગોદરેજ ગાર્ડન સિટીમાં પત્ની અને દીકરા સાથે રહે છે. ત્યારે આ મામલે પોલીસે આરોપીનો મોબાઇલ ફોન પણ કબજે કરી FSLમાં મોકલ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!