અમદાવાદ મા બની ચકચારી હત્યાની ઘટના ! ફાયરિંગ મા યુવાન ના માથા ના ભાગેથી ગોળી આરપાર નીકળી ગઈ…જાણો વિગતે…
હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે હાલમાં જ
અમદાવાદમાં બની ચકચારી હત્યાની ઘટના બની છે. તમને જાણીને આશ્ચય થશે કે, ફાયરિંગમાં યુવાનનાં માથામાં ભાગેથી ગોળી આરપાર નીકળી ગઈ.. આ સમગ્ર ઘટના કંઈ રીતે બની અને હત્યા પાછળનું કારણ શું છે, એ જાણીને તમને પણ નવાઈ લાગશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો બેફામ બની રહ્યાં છે.
ગોમતીપુરમાં એક ચાલીની બહાર બેઠેલા લોકો પર 4 શખસોએ આવીને કાચની બોટલ ફેંકી દોડાવીને એક વ્યક્તિને છરી મારેલી અને અન્ય વ્યક્તિ છોડાવવા વચ્ચે પડતાં 4 શખ્સોમાંથી એક શખ્સે રિવોલ્વરથી ફાયરિંગ કરતાં તેને માથામાં ગોળી વાગતાં સારવાર દરમિયાન જ તેને જીવ છોડ્યો હતો. આ મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, ગોમતીપુરમાં ગજરા કોલોની પાસે મહેશ ઉર્ફે સુલતાન અને તેના મિત્રો 16 સપ્ટેમ્બરે રાતના સમયે ભાવેશ સોલંકીને જૂની અદાવતમાં મારામારી કરી રહ્યા હતા. આ દરમિયાન જ ભાવેશ ઘરે જતો રહ્યો હતો, ત્યારે તેને ફોન કરીને સુલતાન ધમકી આપી રહ્યો હતો. 17 સપ્ટેમ્બરે પણ વિશાલ પરમાર, ભાવેશ સોલંકી, હિતેશ વાઘેલા, જીતેન્દ્રભાઈ અને અન્ય ચાલીના માણસો બેઠા હતા, ત્યારે પણ સુલતાનના ફોન આવી રહ્યા હતા અને તે ભાવેશને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
18 તારીખે રાતે 3 વાગે ચાલીની સુલતાન ગાડીમાં આવ્યો અને ધમો તથા અન્ય 2 વ્યક્તિઓ એક એક્ટિવા પર આવ્યા હતા.
સુલતાને એક્ટિવા પર આવેલા લોકોને મારો કહેતા પ્રવાહી ભરેલી કાચની બોટલ ફેંકી હતી. જેથી લોકો દોડધામ કરવા લાગ્યા હતા. આ દરમિયાન જીતેન્દ્રભાઈ ભગત પડી ગયા હતા. જેમને ધમા અને અન્ય 2 ઈસમોએ પગના ભાગે છરી મારી દીધી હતી. જીતેન્દ્રભાઈને છોડાવવા વિશાલ પરમાર અને હિતેશ વાઘેલા વચ્ચે પડ્યા હતા, ત્યારે સુલતાને ગાડીમાં બેસીને કહ્યું- મારો મારો, જેથી ધમાએ તેની પાસેની રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું આ કારણે જ ગંભીર ઇજા થતાં આખરે તેનું નિધન થયું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
