અમદાવાદમાંથી જાસૂસ પકડાયો:ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પરિવાર પાકિસ્તાનમાં રહી ગયો, પરિવારને મળવા યુવકે કર્યો મોટો કાંડ
ભારત પાકિસ્તાનનાં ભાગલા બાદ અનેક પરિવારો વિખુટા થઈ ગયા છે. ત્યારે હાલમાં એક ચોંકાવનારી ઘટના બની છે. વાત જાણે એમ છે કે,ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પરિવાર પાકિસ્તાનમાં રહી ગયો, પરિવારને મળવા યુવકે એવો કાંડ કર્યો કે જાણીને ચોકી જશો.અમદાવાદનો એક વ્યક્તિ પોતાના પરિવારને મળવા ત્રણથી ચાર વખત પાકિસ્તાન ગયો હતો. પરંતુ ત્યાં પરિવારને મળવાની જગ્યાએ પાકિસ્તાની એજન્ટોનો જાસૂસ બની ગયો હતો.
આ યુવાને ભારતીય કંપનીના સીમ કાર્ડ ઓપરેટ કરવા પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISIને મદદ કરતો હતો. અમદાવાદના લોકોના ડોક્યુમેન્ટના આધારે સીમકાર્ડ એક્ટિવ કર્યા અને તે નંબરના વોટ્સએપ એકાઉન્ટ બનાવી પાકિસ્તાની એજન્ટોને પહોંચતા કર્યા હતા જે માટેનો OTP પાકિસ્તાની આકાઓને પહોંચાડી દેતા હતા જેના આધારે વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવ થતાં જ દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચી જતી હતી.
ક્રાઈમ બ્રાંચને તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, અમદાવાદનો એક શખ્સ કેટલાક સીમકાર્ડ ખરીદીને પાકિસ્તાની સંસ્થાઓને મદદ કરી રહ્યો છે. .અમદાવાદ ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું હતું કે, આ ભેજાબાજે કેન્દ્રીય સૈનિક બોર્ડ ની સાચી વેબસાઇટ જેવી ફેક તથા ડીપાર્ટમેન્ટ ઓફ એક્સ સર્વિસમેન વેલ્ફેરની સાચી વેબસાઇટ જેવી ફેંક વેબસાઇટ તથા નામની ફેક વેબસાઈટ બનાવી હતી.
જે સીમકાર્ડથી લશ્કરીદળોના નિવૃત્ત/ નિવૃત્ત થઈ રહેલ અધિકારીઓ/જવાનોને વોટ્સએપ કોલ/મેસેજ,વોઈસ મેસેજ મોકલવામાં આવતા હતા. તે નંબરનું સીમકાર્ડ મુસ્તકીમ અબ્દુલ રઝાક તેતરાએ પોતાના નામનું ખરીદી અબ્દુલ વહાબ શેરમહંમદ પઠાણને આપેલ હતું. આ ઉપરાંત તે પોતાના પરિચિતો પાસેથી અલગ અલગ કારણ આપી એક્ટિવેટેડ સીમકાર્ડ મેળવતો અને તે નંબર પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓફિસર શફાકત જતોઇને વોટ્સએપના માધ્યમથી મોકલી આપતો હતો.
આ સીમકાર્ડના નંબરથી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓફિસર શફાકત જતોઇ વોટ્સએપ એપ્લિકેશન ડાઉનલોડ કરતો, જેને એક્ટિવેટ કરવા અબ્દુલ વહાબ પોતાની પાસે રહેલ સીમકાર્ડ પર આવેલ વોટ્સએપ માટેનો OTP મોકલી આપતો.વોટ્સઅપ એપ્લિકેશનના માધ્યમથી કોલ તથા મેસેજ કરી, એવો આભાસ કરાવતા કે સલંગ્ન કોલ કોઈ ભારતીય દ્વારા કરવામાં આવી રહેલ છે. અબ્દુલ વહાબ પઠાણ દ્વારા પાકિસ્તાનની મુલાકાત લેતા લોકોને પણ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓને મળવા માટે પ્રેરિત કરતો હતો.
આ OTPના માધ્યમથી પાકિસ્તાન ઇન્ટેલિજન્સના ઓપરેટિવ શફાકત જતોઇ તથા અન્ય ઓપરેટિવ્સના દોરીસંચાર મુજબ અબ્દુલ વહાબ શેરમહંમદ પઠાણએ ભારત વિરોધી ગુનાહિત કાવતરાના ભાગરૂપે ભારત વિરુદ્ધ લડાઇની યોજનાનું અસ્તિત્વ છુપાવી, પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સને સીમકાર્ડ તથા સીમકાર્ડના નંબર તથા વોટ્સએપ OTO નંબર પહોંચાડી, એવી લડાઇ કરવામાં સરળતા કરી આપી, પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીના ભારત વિરુદ્ઘના નેટવર્કને ફેલાવવાની ગોઠવણનું કાવતરું રચ્યું હતું.