Gujarat

અમદાવાદની પ્રેમ મા પડેલી યુવતી ને પછતાવાનો વારો આવ્યો ! યુવકે એક બે નહી ત્રણ ત્રણ વખત ગર્ભવતી કરી અને અંતે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, યુવકો પ્રેમ પ્રકરણ બાબતે અનેક યુવતીઓનું શારીરિક શોષણ કરે છે અને આખરે તેને તરછોડી મૂકે છે. હાલમાં જ એક આવો કિસ્સો બન્યો છે કુબેરનગરમાં રહેતી યુવતી સાથે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, યુવતી એક પરિણિત યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. એ પછી બંને એકબીજાને મળતા હતા. આ દરમિયાન પરિણિત યુવકે યુવતી સાથે કેટલીક વાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જ્યારે યુવતીએ લગ્ન કરવાની વાત ક્યારે ત્યારે તેણે મોંઢુ ફેરવી લીધુ હતુ. આખરે યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કુબેરનગર વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતી બે વર્ષ પહેલાં નરોડામાં આવેલી એક પાણીની કંપનીમાં નોકરી કરતી હતી.આ સમયગાળા દરમિયાન જપાણીની બોટલો લાવવા લઈ જવાનું કામ કરતા યુવક સાથે તેનો પરિચય થયો હતો. બાદમાં બંને એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા. એક દિવસે યુવકે યુવતીને કહ્યું કે, હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરીશ. યુવતી કુંવારી હોવાથી તેણે પણ લગ્ન માટે હા પાડી હતી.

આ ઘટના બાદ એક દિવસ યુવક યુવતીને ચિલોડા પાસે આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. કુંવારી છોકરીને લગ્નની લાલચ આપી પરિણિત યુવક વારંવાર દુષ્કર્મ આચરતો હતો. જેના પગલે યુવતી ત્રણ વાર ગર્ભવતી બની હતી. ત્યારે યુવકે તેનો ગર્ભ પણ પડાવી દીધો હતો.

વારંવાર આવું થવાના કારણે આખરે યુવતીએ તેના પ્રેમીને લગ્ન કરવા અંગે વાત કરી પણ યુવકે કહ્યું કે, મારા લગ્ન થઈ ચૂક્યા છે અને હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. પ્રેમીની આ વાત સાંભળીને યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી છતાં પણ તેને યુવકને મનાવવાની કોશિશ કરી પણ આખરે યુવક માનતો ન હોવાથી યુવતીએ યુવક વિરુદ્ધ કુબેરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!