અમદાવાદ હચમચાવી દે તવી ઘટના ?? ફીલ્મી સ્ટાઈલ મા બુલેટ પર કાર ચડાવી દીધી જેમા એક નુ મોત અને જીવતો કારતુસ..
દિવસે ને દિવસે એવા ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે કે, આરોપીઓને પોલીસનો પણ ડર નથી. હાલમાં જ અમદાવાદ શહેરમાં ધોળે દિવસે ગેંગવોર જેવી ઘટના બન. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, ફીલ્મી સ્ટાઈલ મા બુલેટ પર કાર ચડાવી દીધી જેના લીધે યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ. વસ્ત્રાલના તક્ષશિલા સ્કૂલના રોડ પર મોડીરાત્રે એક યુવકની હત્યાનો ખેલ ખેલાયો, પ્રાપ્ત માહિતી મુજબ. વટવા વિસ્તારમાં રહેતો મૌલિક જોશી તેમજ તેનો મિત્ર રાજન અને શુભમ પોતાના એક મિત્રની જન્મદિવસની પાર્ટીમાં વસ્ત્રાલમાં આવેલા એક ફ્લેટ પર ગયા હતા, જન્મદિવસની ઉજવણી કરીને ત્રણેય મિત્રો બુલેટ લઈને પરત ફરી રહ્યા હતા.
આ સમયગાળા દરમિયાન જ એક ગાડીમાં સંગ્રામ તેમજ શિવમ ઉર્ફે કાકુ નામના બે લોકો અચાનક આવી પહોંચ્યા હતા અને બુલેટને ટક્કર મારી રોડ ઉપર પાડી દીધી હતી. આરોપીઓએ ટક્કર માર્યા બાદ પણ ન અટકીને વારંવાર બુલેટ ઉપર અને ત્રણેય યુવકો પર ગાડી ચઢાવી હતી. જેમાં મૌલિક જોશી નામના યુવકનું મોત થયું હતું જેથી આ ઘટનાને કારણે ટ્રાફિક પોલીસ પહોંચી હતી.
આ અકસ્માતમાં બુલેટ પર સવાર મૌલિક જોશી નામના યુવકનું મોત થયું હતું. તેમજ રાજન અને શુભમને ઇજાઓ થઈ હતી. ઘટના સ્થળે પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન ત્યાંથી એક જીવતો કારતુસ પણ મળી આવતા પોલીસ પણ ચોકી ઉંઠી હતી. સંગ્રામ અને શિવમ ઉર્ફે કાકો દ્વારા ફાયરિંગની કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, મૃતકના શરીરે કોઈપણ ગોળી વાગી ન હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. તેવામાં આ ઘટના પગલે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના રામોલ વિસ્તારમાં ફરી એક વાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. પૈસાની લેતીદેતી બાબતે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, સંગ્રામ અને રાજન વચ્ચે પૈસાની માથાકૂટ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને વીસીના દસ લાખ રૂપિયા અંગે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચેના ઝઘડામાં એક નિર્દોષ યુવકનો ભોગ લેવાઈ ગયો છે. આ ઘટનામાં મૃત્યુ પામેલો યુવક મૌલિક જોશી અગાઉ હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ હત્યાને અંજામ આપનાર સંગ્રામ પણ પૂર્વ વિસ્તારમાં કોઈ ગુનામાં વોન્ટેડ હોવાનું ખુલ્યું છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ આજુબાજુના લોકોની પૂછપરછ કરી આરોપીઓને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.