10 વર્ષ સુધી અમદાવાદનાં કોર્પોરેટર આજે રીક્ષા ચલાવે છે, કારણ જાણીને નેતાનું કાર્ય જાણીને વંદન કરશો!
આપણે ત્યાં ગુજરાતીઓ એવું જ માને છે કે, રાજકરણમાં આવ્યા પછી માણસનું જીવન ખૂબ જ બદલાય જાય છે અને તેને સંપત્તિની ખોટ રહેતી નથી. કહેવાય છે ને કે પાંચેય આંગળીઓ સરખી નથી હોતી. આજે અમે આપને એક એવા નેતા વિશે જણાવીશું જેનાં વિશે જાણીને તમે પણ ચોંકી જશો.
અમદાવાદમાં 10 વર્ષ સુધી કોર્પોરેટર રહ્યા બાદ પણ ઈશ્વરભાઈનું જીવન જોઈને તમે ચોંકી જશો અને આશ્ચય થશે કે આવું પણ થઈ શકે. આજે તેઓ સાદગીભર્યું જીવન જીવી રહ્યા છે. પોતાનું જીવન ચલાવવા માટે રિક્ષા ચલાવી રહ્યા છે. ઈશ્વરભાઈના જીવન માંથી દરેક નેતાઓ એશીખ લેવી જોઈએ. આપણે સૌ કોઈ જાણીએ છે કે, માત્ર નગરપાલિકાનાં એક કોર્પોરેટ બનવાથી નેતાઓની આર્થિક ચિંતાઓ ભૂતકાળ બની જાય છે.
ઈશ્વરભાઈની આર્થિક સ્થિતિ તો ન સુધરીપણ કોર્પોરેટર બન્યા બાદ સરકારી લાભો પણ છિનવાઈ ગયા છે જેને લઈને આજે તેઓ સાદગીભર્યું જીવન જીવી રહ્યા છે. તેમના અંગત જીવન વિશે જાણીએ તો પૂર્વ કોર્પોરેટરઈશ્વરભાઈ પટની. ઈશ્વરભાઈ બાપાલાલ ઘાંચીની ચાલીમાં વર્ષોથી રહે છે. બે ટર્મ ભાજપના કોર્પોરેટર તરીકે પ્રતિનિધિત્વ પણ કર્યું છે. એમની પ્રમાણિકતા અને કામ પ્રત્યેની શ્રદ્ધાએ તેમને ક્યારેય ખોટુ કામ કરવા ન દીધું.
ઈશ્વરભાઈ પટની 2010માં અસારવા વોર્ડ પર કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને બીજી ટર્મમાં પણ ચૂંટાઈને અસારવા વોર્ડ પર 2020 સુધી કોર્પોરેટર રહ્યા હતા. ઈશ્વરભાઈ કોર્પોરેટર બન્યા પહેલા પણ રિક્ષા ચલાવીને જીવન ગુજરાન ચલાવતા હતા. અને આજે પણ રિક્ષા ચલાવે છે. ત્યારે આ જોઈને એ તો નક્કી છે કે, પ્રામાણિકતા સાથે કામ કરનાર વ્યક્તિઓની હાલત આવી પણ થાય છે.
સામાન્ય રીતે રાજકારણમાં આવ્યા બાદ નેતાઓની સ્થિતિ બદલાતી હોય છે. પણ ઈશ્વર પટની તો મહેનત કરીને કમાવવામાં રસ દાખવે છે. કોર્પોરેટર બન્યા બાદ તેમને સરકાર દ્વારા અપાતો BPL કાર્ડનો લાભ પણ છિનવાઈ ગયો છે. આજે ખૂબ જ સાદગી જીવન જીવી રહ્યા છે પણ તેમના વ્યક્તિત્વને વંદન કરવાનું મન થાય.