Gujarat

અમદાવાદ ની હોસ્પિટલ મા ઓપરેશન થિયેટર મા બે લાશ મળતા હાહાકાર મચી ગયો ! જાણો શુ ઘટના બની. .

હાલમાં જ અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદના ભુલાભાઈ પાર્ક પાસે આવેલી એક હોસ્પિટલમાંથી માતા-પુત્રીની લાશ મળી આવી છે. સૌથી પહેલાં પરિણીતાની લાશ ઓપરેશન થિયેટરના કબાટમાંથી અને ત્યારબાદ બેડ નીચેથી તેમના માતાની લાશ મળી હતી.

ડબલ મર્ડર કેસમાં હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવક પર તપાસ અટકી છે અને હાલ મનસુખની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના અંગે વિગતવાર જાણીએ તો અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેસનની હદમાં આવેલા ભુલાભાઈ પાર્ક પાસે આવેલી હોસ્પિટલની અંદર ખૂબ જ દુર્ગંધ મારતી હતી.

હોસ્પિટલ સ્ટાફ દ્વારા કબાટ ખોલવામાં આવ્યું હતું. જેની અંદર 30 વર્ષીય પરિણીતાની લાશ મળી હતી. જે બાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ હત્યાની આશંકાએ તપાસ હાથ ધરી હતી.સીસીટીવી મુજબ પરિણીતા સાથે અન્ય એક મહિલા પણ હોસ્પિટલમાં આવ્યા હતા.તપાસ દરમિયાન પોલીસને ઓપરેશન થિયેટરના બેડ નીચેથી મહિલાની લાશ મળી આવી હતી.આ મામલે વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે આ મહિલાની માતા હતા. ભારતી વાળા અને તેમની માતા ચંપા બેન હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા.

આ માતા-પુત્રીની હત્યા કરાઈ હોવાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ કરી હતી. ત્યારે આ મામલે ભારતી હોસ્પિટલના કર્મચારી મનસુખ નામના યુવકના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. મનસુખની શોધખોળ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા મનસુખની અટકાયત કરવામાં આવી હતી.

હાલ ડબલ મર્ડર કેસમાં પોલીસની હોસ્પિટલમાં કામ કરતા મનસુખ પર તપાસ અટકી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતા ભારતી વાળાને ડ્રગ્સનો ઓવરડોઝ અથવા કોઈ ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારાઈ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!