અમદાવાદ શહેર મા 6 વર્ષ ના માસુમ બાળક નુ અપહરણ કરવામા આવ્યુ! અપહરણ કરનાર બીજુ કોઈ નહી…
અમદાવાદ શહેર મા એક ચકચારી ઘટના સામે આવી જેમા એક 6 વર્ષ ના માસુમ બાળકનો અપહરણ નો બનાવ બનતા પોલીસ નો ધમધમાટ શરૂ થયો હતો અને બાદ મા સીસીટીવી ફુટેજ ના આધારે આરોપી ની અટકાયત કરવા મા આવી હતી. જ્યારે 6 વર્ષ નો માસુમ બાળક અવાવરુ જગ્યા એ થી મળી આવ્યો હતો અને બાળક ને ગંભિર ઈજાઓ પહોંચતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ એ ખસેડવા મા આવ્યો હતો.
ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર અમદાવાદ શહેર ના પોશ ગણાતા સોલા વિસ્તાર મા આ ઘટના સામે આવી હતી જેમા પાર્ક વ્ય મા રહેતા જીગર કાપડીયા નો 6 વર્ષ નો પુત્ર સોસાયટી ના કંપાઉન્ડ મા રમી રહ્યો હતો ત્યારે સમયસર ઘરે ના પહોંચતા પરીવારે શોધખોળ આદરી હતી અને પુત્ર ની કોઈ ભાળ ના મળતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી જ્યારે બાદ બાબતે પોલીસે યોગ્ય તપાસ હાથ ધરી હતી.
પોલીસે સોસાયટી મા રહેતા સીસીટીવી ચેક કરતા બાળકનુ અપહરણ થયા નો ખુલાસો થયો હતો અને સીસીટીવી મા જોવા મળ્યુ હતુ કે તે જ સોસાયટી મા રહેતો રાહુલ પટેલ નામનો વ્યક્તિ પોતાની અમેઝ કારની ડીકી મા બાળક ને લઈ જતો નજરે ચડ્યો હતો. ત્યારે બાળક ના પરીવાર દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ કરવા મા આવી છે તા પ્રમાણે રાહુલ પટેલે બાળક દ્વારા બાળક નુ અપહરણ કર્યા બાદ અવાવરુ જગ્યા એ તેને ઉતારી દેવા મા આવ્યો હતો.
આ ઘટના બાદ પીલીસે રાહુલ પટેલ ની પોલીસે તાત્કાલિક અટકાયત કરી હતી અને અપહરણ શા માટે કર્યુ હતુ તેનો જવાબ મેળવવા નો પ્રયાસ કરી રહી છે ત્યારે અપહરણ થયેલા બાળકના પિતા જીગર કાપડીયાએ જણાવ્યું કે રાહુલ નામના વ્યક્તિએ મારા દીકરાનું અપહરણ કરીને ખરાબ રીતે માર માર્યો હતો. ત્યારબાદ તેને એવી જગ્યા પર ફેંકી દીધો હતો કે જ્યાં કોઇ આવતું જતું નહોંતુ. શીલજના બ્રિજની પાસે જુની આનંદનિકેતન સ્કૂલ છે તેની પાસે જીયાંશને ફેંકી દેવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ બાળક અત્યારે સારવાર હેઠળ છે.