જીયાંશ : મારો નહીં, પપ્પા પાસે જવું છે’ અમદાવાદ મા અપહરણ નો ભોગ બનેલા બાળક ની સ્થિતી….
હાલ રાજ્ય મા ગુનાખોરી ની પ્રમાણ સતત વધી રહ્યુ છે ત્યારે તારીખ 25 ના રોજ અમદાવાદ મા એક અપહરણ ની ઘટના બની હતી જેમા 6 વર્ષ ના બાળકનુ અપહરણ કરી માથાના ભાગે માર મારી અવાવરુ જગ્યા એ છોડી દેવામા આવ્યો હતો જ્યારે પોલીસ તપાસ મા એવી ચોંકાવનારી વિગત આવી હતી કે અપહરણ કર્તા બીજુ કોઈ નહી પણ એ જ ફ્લેટ મા રહેતો યુવાન હતો.
અમદાવાદ ના સોલા વિસ્તાર મા આ ઘટના બની હતી આ ઘટના મા ભોગગ્રસ્ત બાળક નુ નામ જિયાંશ કાપડીયા છે અને બાળક ને માથા ના ભાગે બોથડ પદાર્થ મારવાને કારણા બાળક ની સ્થિતી હાલ ગંભિર છે અર્ધબેભાન અવસ્થામાં જાગી જાય છે અને મને મારો નહીં મારે ઘરે જવું છે, મારે પપ્પા પાસે જવું છે તેવી બૂમો પાડે છે.અને બાળક ના મગજ પર ગંભીર અસર પોહોંચી છે.
આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો તારીખ 25 ના રોજ સોલા વિસ્તાર મા આવેલ પાર્ક વ્યુ મા જિયાંશ કાપડીયા નીચે રમી રહ્યો હતો ત્યારે સમયસર ઘરે ન પહોંચતા પરીવારે શોધખોળ આદરી હતી અને પુત્ર ની કોઈ ભાળ ના મળતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી જ્યારે બાદ બાબતે પોલીસે યોગ્ય તપાસ હાથ ધરી હતી. ત્યારે બાળક નુ અપહરણ થયા નો ખુલાસો થયો હતો અને તે જ ફ્લેટ મા રહેતા રાહુલ પટેલે પોતાની કાર ની ડીકી મા નાખી બાળક નુ અપહરણ કર્યુ હતુ અને બાદ મા માથા ના ભાગે બોથડ પદાર્થ મારી અવાવરુ જગ્યા છોડી દિધો હતો.
આરોપી રાહુલ પટેલ ને પીલીસે ગણતરી ની કલાંકો મા જ અટકાયત કરી હતી અને પુછપરછ હાથ ધરી હતી જ્યારે આ બાબત જિયાંશ ના પિતા જીગરભાઈએ જણાવ્યું હતું કે, રાહુલ પટેલને ત્યાં થોડા સમય પહેલાં એક સાથે ત્રણ બાળકોનો જન્મ થયો. જિયાંશને નાના બાળકો ગમતા હોઈ, તે રાહુલ પટેલના સંતાનોને રમાડવા અવારનવાર તેના ઘરે પણ જતો હતો.