Gujarat

અમદાવાદ : છેડતી કરતા બે ભાઈઓ બગડ્યા ! છેડતી કરનાર ની ચપ્પુ ના ઘા જીકી કરપીણ હત્યા કરી નાખી

હાલમાં અનેક શહેરોમાં હત્યા અને છેડતી ને લગતા બનતા હોય છે, જેમાં મોટે ભાગે આજના યુવાપેઢી વધુ સંકળાયેલ હોય છે. હાલમાં જ ગુજરાતમાં સુરતમાં જે ઘટના ઘટી છે એ વાત તો આપણે જાણીએ છે, ત્યારે હાલમાં જ અમદાવાદમાં એક એવી ઘટના બની જે એક રીતે જોઈએ તો સકારાત્મક હતી પરતું આરોપીઓ એ ગુસ્સામાં જે પગલું ભર્યું એ યોગ્ય ન હતું.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

અમદાવાદમાં કાલુપુરમાં રેવડી બજાર નજીક ધોળા દિવસે યુવકની હત્યા કરવામાં આવી હત્યા કરીને બે આરોપી પોલીસસ્ટેશનમાંહાજર થઈ ગયા હતા. સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પરિણીતાની છેડતીની થયેલી ફરિયાદની તકરારમાં મૃતકને જાહેરમાં રહેંસી નાખવામાં આવ્યો હતો. આરોપી સોહેલ ઉર્ફે બોબો લાલબાદશાહ અને સફાન ઉર્ફે લાલબાદશાહએ બહેનની છેડતીનો બદલો લેવા મુજફ્ફર ઉર્ફે ડુમ્મપાકની ધોળા દિવસે કરપીણ હત્યા કરી હતી.

મૃતક મુજફ્ફર રીક્ષા ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. છેલ્લા 6 મહિનાથી આરોપીની બહેન સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. 22 ફેબ્રુઆરીના રોજ પરિણીતા તેના ઘરે બાળકો સાથે હાજર હતા ત્યારે મુજફ્ફર રીક્ષા લઇને આવ્યો અને ઘરમાં ઘુસી ગયો હતો સીધી પરિણીતાને બાથ ભીડી લીધી હતી.અને તુ મને બહુ પસંદ છે તેમ કહીને બળજબરી કરવા લાગ્યો હતો. મુજ્ફ્ફરે પરિણીતાના કપડા ફાડી નાખ્યા હતા અને લાફા પણ માર્યા હતા. તેમજ ધમકી આપી હતી કે મારી જોડે સીધી રીતે સંબંધ નહી રાખે તો તારા પતિ અને ભાઈની હત્યા કરી નાખશે.

મૃતક મુજફ્ફર ઉર્ફે ડુમ્મપાકએ શાહપુરની એક પરિણીતાના ઘરમાં ઘૂસીને તેના કપડા ફાડીને છેડતી કરી હતી. જેથી પરિણીતાએ  મુજફ્ફર ઉર્ફે ડુમ્મપાક અને તેના મિત્ર સહેજાદખાન ઉર્ફે એસ.કે.ફિરોઝખાન પઠાણ વિરૂદ્ધ છેડતી તેમજ મારમારી અને ધમકીની ફરિયાદ કરી હતી. આ ફરિયાદની અદાવત રાખીને મૃતકએ આરોપી સફાન અને સોહેલ સાથે તકરાર કરતા બન્ને આરોપીએ જાહેર રોડ પર છરીના ઘા ઝીકીને મુજફ્ફર હત્યા કરી દીધી હતી.ખરેખર આજના સમયમાં એક તરફી પ્રેમમાં પાગલ થઈને પોતાનું જીવતર ખરાબ કરી નાખે છે. આ બંને આરોપી પણ કાયદો હાથમાં લઈને ખૂબ જ ખોટું કાર્ય કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!