અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા!2.18 કરોડના દાગીનાની લૂંટનો ભેદ ઉકેલાયો, એવી રીતે લૂંટ કરી હતી કે…
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, શાહપુર મેટ્રો સ્ટેશન પાસે કરોડો રૂપિયાના સોનાના દાગીના ભરેલ બેગની લૂંટ થઈ હતી અને ક્રાઈમ બ્રાન્ચે આ લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો સૂત્ર દ્વારા મુજબ જાણવા મળ્યું છે કે, બે આરોપીએ સાથે મળીને 1.97 કરોડનો મુદ્દામાલ ચોર્યા હતો.
આ બનાવમાં હાલમાં મુખ્ય આરોપી સહિત 4 આરોપી હજી ફરાર છે. ક્રાઈમ બ્રાંચની ગિરફતમાં રહેલ નિખિલ રાઠોડ અને કૌશિક ઉર્ફે પાંગા ઘમડે સહિત ફરાર ચાર આરોપીઓ ભેગા મળી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. લૂંટ કરવા આરોપી ટોળકીએ માસ્ટર પ્લાન બનાવ્યો હતો. ચાલો આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ.
સીજી રોડ પર આવેલ એસ.એસ.તીર્થ ગોલ્ડ પેઢીના બે કર્મચારીઓ સોનાના દાગીના લઈ એક્ટિવા પર જવેલર્સની દુકાનોની મુલાકાત લઈને પરત ઓફિસે આવતા હતા તે દરમિયાન શાહપુર મેટ્રો સ્ટેશન પરથી એક સ્પોર્ટ બાઈક પર બે અજાણ્યા વ્યક્તિઓ બાઈક એકટીવા પાસે લાવી કર્મચારીને લાત માળી પાડી દીધા હતા. તે દરમિયાન લૂંટારું ટોળકીએ 2.81 કરોડના સોનાનાં દાગીના ભરેલી બેંગ લૂંટીને ફરાર થઈ ગયા હતા.
દ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં લાગી હતી. જેમાં સીસીટીવી આધારે તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે પ્રાથમિક તપાસમાં છારાનગરની ટોળકી હોવાનું સામે આવ્યું હતું.અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે કુબેરનગરમાંથી બન્ને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. હાલ પકડાયેલા આરોપી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે 4.900 કિલો સોનાના અલગ અલગ દાગીના કે જેની કિંમત 1.97 કરોડ છે. હાલ પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર ઘટનામાં મુખ્ય ફરાર છે.
આ ઘટનામાં આરોપી મનીષ ઉર્ફે સિંધી દ્વારા લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ કરવા બાઈક પર નીકળેલા આરોપીમાં નિખિલ રાઠોડ અને ફરાર આરોપી મનીષ ઉર્ફે મનોજ સિંધી હતા. જેમાં નિખિલ બાઈક ચલાવતો હતો અને સોનાના દાગીના ભરેલી બેગ મનોજ સિંધી દ્વારા ઝૂંટવી લૂંટ ચલાવવામાં આવી હતી.
ત્યારે પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી કૌશિક ઉર્ફે પાંગા ઘમડે લૂંટ કરવા ટુ વ્હીલર બાઈક અને ડુપ્લીકેટ નંબર પ્લેટની વ્યવસ્થા કરી હતી. લૂંટના પ્લાનમાં 6 લોકોની સંડોવણી સામે આવી છે. જેમાં લૂંટ કરવા 3થી વધુ શખ્સોની ટુકડી બનાવી હતી અને છેલ્લા એક મહિનાથી રેકી કરતા હોવાનું સામે આવ્યું છે. આમ હજી પણ કરોડો રૂપિયાનો લૂંટનો મુદ્દામાલ ફરાર આરોપી પાસે છે. હાલ આરોપી પકડવા ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ શોધખોળ કરી રહી છે.