અમદાવાદની પરીણીતા નો ફ્રાન્સમાંથી મૃતદેહ મળ્યો, મૃત્યુનું કારણ….
હાલમાં જ મીડિયા રિપોર્ટર દ્વારા જાણવા મળ્યું છે કે,અમદાવાદની 31 વર્ષની પરિણિતા સાધના પટેલનો મૃતદેહ ફ્રાન્સના પેરિસ ખાતે મળી આવ્યો છે. આ યુવતીનું મુત્યુ કંઈ રીતે થયુ એ વાત હજું સુધી રહસ્ય છે. તેમજ જાણવા મળ્યું છે કે, મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે ફ્રાન્સ પોલીસે તપાસ હાથ ધરી છે.
સાસરીયાઓએ સાધનાની હત્યા અથવા તો તેને આપઘાત કરવા દુષ્પ્રેરણા આપી હોવાનો આક્ષેપ મૃતક સાધનાના ભાઇએ કર્યા છે.સાધનાના લગ્ન આજથી છ વર્ષ પહેલાં 2016માં મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના દેલવાડ ગામે રહેતાં શૈલેષ દશરથભાઇ પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ નવદંપતિ સંયુક્ત કુંટુંબમાં જ રહેતા હતા. બંને મે, 2018ના રોજ તેઓ યુરોપ ગયા હતા, ત્યાંથી જર્મની ગયા હતા
બનાવ એવો બન્યો કે, તેઓ છેલ્લે પેરિસમાં તેઓ રહેતા હતા. દરમિયાનમાં સાધનાનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ તેમના પરિવારજનોને થઇ હતી. ભાઈએ પોલીસમાં અરજીમાં આક્ષેપ કર્યો છે કે મારી બહેન સાધનાને લગ્ન થયા ત્યારથી જ ખૂબ ત્રાસ આપતાં હતા. ત્યાં સુધી કે તેને ઘરમાંથી કાઢી મૂકી હોવાથી સાધના પેરિસમાં ફ્રાન્સ સરકાર સંચાલિત આશ્રય સ્થાનમાં રહેતી હતી.
ગૌરવે બહેનના સાસરીયાઓ સામે કરેલી અરજીમાં પોતાની બહેનનું મૃત્યુ કેવી રીતે થયું, કયા સંજોગોમાં થયું તે અંગે યોગ્ય તપાસ કરવા અને આરોપીઓ સામે પુરાવાઓ મળે તો તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાની અરજ કરી છે.સાધનાના લગ્ન ગાંધીનગર સ્થિત દેલવાડ ગામે થયા હતા. લગ્ન બાદ તેને પેરિસ લઇ ગયા હતા. પાંચ વર્ષથી ત્યાં રહેતી હતી. વચ્ચે વચ્ચે તે કહેતી હતી કે, મને સાસરિયાંઓ ત્રાસ આપે છે. દરમિયાનમાં ગૌરવભાઈને ફ્રાન્સ પોલીસે સાધનાના મૃત્યુની જાણ કરવામાં આવી હતી કે સાધનાની બોડી લઇ જાવ અથવા તો 500 યુરો મોકલી આપો તો અમે તેનો મૃતદેહ અમદાવાદ મોકલી આપીએ