અમદાવાદ ના વાપારીએ અન્ય વેપારીઓ ના ત્રાસ થી કંટાળી આપઘાત કરી લીધો ! સ્યુસાઇડ નોટ મા 11 લોકો…
ગુજરાતમાં દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ 11 વેપારીઓના ત્રાસથી કંટાળી વેપારીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. ખરેખર આ ઘટના સાંભળતા ની સાથે કોઈપણ વ્યક્તિનું હૈયું કંપી ઉઠે કે, આખરે માનવતા મરી પડાવાઈ છે. સમાચાર અને મીડિયામાં જાણવા મળતું હોય છે કે, અનેક વેપારીઓ આર્થીક નુકસાન કે, વ્યાજ ખોરાના લીધે આત્મહત્યા કરતા હોય છે.
હાલમાં જ ફરી એક વેપારી એ આર્થિક પરિસ્થિતિનાં લીધે આત્મહત્યા જેવું પગલું ભરી લીધું. આ ઘટના બની છે, અમદાવાદ શહેરમાં. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, શહેરના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે આ કેસ નોંધાયેલ છે. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું કે, કાપડના વેપારી એ 11 વેપારીના નામ સાથે અંતિમચીઠ્ઠી લખી આત્મહત્યા કરી લીધી.આત્મહત્યા કરતા વેપારીના પુત્રએ આત્મહત્યા માટે દુષપ્રેરણા, મારામારી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટના વિશે જાણીને તો મૃતક વેપારીએ રિવરફ્રન્ટ પર જઈને ઝેરી દવા પી પર્સ મોબાઈલ મૂકી નદીમાં કૂદીને વેપારી લ આપઘાત કરી લીધો હતો. વેપારી વિજય જિનગર એ સ્યુસાઇડ નોટમાં મુંબઈ ના અને અમદાવાદ ના વેપારીઓ વિરુદ્ધ સ્યુસાઇડ નોટમાં આક્ષેપ કર્યા કે, માર મારવો, ગાળો બોલવી, કોરા કાગળો પર સહીઓ કરાવી લેવી ઉપરાંત રૂપિયા ચૂકવ્યા હોવા છતાંય ખોટા કેસો કરવાની સાથે જ માનસિક રીતે ટોર્ચર કરવા જેવી બાબતો લખેલ હતી.
ઉઘરાણી માટે પહોંચેલા વેપારી વિનય અગ્રવાલ એ ધમકી આપી હતી કે તેની સાથે આવેલો વ્યક્તિ રૂપાણી સાહેબનો ભત્રીજો છે. હવાલા વાળા રૂપિયાની ઉઘરાણી માટે આવ્યો હોવાની ધમકી આપી બધા મંત્રીઓને ઓળખું છું એવી ધમકીઓ મૃતક વેપારીને સતત મળતી હતી અને મૃતક વેપારીએ 60 થી 70 ટકા રૂપિયા ચૂકવ્યા છતાંય વેપારીઓના અસહ્ય ત્રાસથી કંટાળી વેપારીએ આખરે પોતાનું જીવન ટૂંકાવી દીધું.